________________
પરંતુ કુદરતના ન્યાયથી અહીં કે પરલેકમાં કયાંય પણ બચી શક્તા નથી. જેમ કોઈ વ્યક્તિ ઠાંસી ઠાંસીને ખાઈ લે, તે સરકાર કે સમાજ તેને ભલે કઈ સજા ન કરે, પરંતુ કુદરત તે તેને સજા આપે જ છે. જેમ કે ચેરી કરવાવાળા માટે કહ્યું છે—
"अदत्तादानाच्च भवेदरिद्रः दरिद्रभावात् कुरुते स पाप । પ રિ કુવા નરેન્દ્ર પ્રયાતિ, પુનરિટ્ટી પુનરેવ પાર ”
“ચેરીના ફળસ્વરૂપે મનુષ્ય દરિદ્ર બની જાય છે. દરિદ્રતાને કારણે તે પાપ કરે છે. પાપ કરીને નરકમાં જાય છે. ફરીથી દરિદ્ર બને છે અને વળી પાછો પાપી થાય છે. આ રીતે ચેરીના ખરાબ પરિણામનું ચક્ર ચાલતું રહે છે.”
આ ચક પ્રારંભ થતાંની સાથે જ જે કેઈ અપરાધની પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી લેવાય તે ખરાબ ફળનું ચક્ર આગળ વધતું નથી, ત્યાં જ અટકી જાય છે અને સમાજની વ્યવસ્થા પણ બગડતી નથી.
આત્મદમન અને પરદમન પ્રાયશ્ચિત્ત સ્વયંભૂ કે પ્રેરિત હોય છે. તેમાં અપરાધી વ્યક્તિ પિતાના દોષોની આલેચના વગેરે કરીને કે પછી જાતે જ કઈ બાહ્ય તપ એ પ્રાયશ્ચિત્તના રૂપમાં કરે છે અથવા તો કઈ ગુરુ કે મહાન પુરુષની પાસેથી પ્રાયશ્ચિત્ત માગી લે છે. બીજુ જ્યારે કેઈ જાતે પ્રાયશ્ચિત્ત સ્વીકારી શક્તા નથી અને ગુરુ અથવા સમાજની અગ્રણી વ્યક્તિઓ સમક્ષ અપરાધનું નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત કરતું નથી તે વખતે સમાજની અગ્રણી વ્યક્તિ અથવા આચાર્ય તેને પ્રાયશ્ચિત્ત કરવા માટે પ્રેરિત કરે છે. બીજા દ્વારા આપેલા આ પ્રાયશ્ચિત્તને દંડ કહેવામાં આવે છે. પરંતુ આ દંડ શારીરિક કે આર્થિક નથી હેતે; એ હોય છે ઉપવાસ વગેરેના રૂપમાં અથવા સામાજિક બહિષ્કારના રૂપમાં. આ બે પ્રકારના પ્રાયશ્ચિત્તને ક્રમશઃ આત્મદમન અને પરદમન કહેવામાં આવે છે. આથી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે :
50. ઓજસ દીઠાં આત્મબળનાં