________________
કે આગાર (છૂટ કે શરત વગરના) અનશન તીર્થકર કથિત વિધિ અનુસાર સંલ્લેખન-સંથારાપૂર્વક આજીવન(આમરણ) અનશનને પણ ચાવકથિત કહે છે.
ઇત્વરિક અનશનને સમય બે ઘડી (મુહૂર્ત૪૮ મિનિટ)થી લઈને આખા દિવસ-રાત સુધીના અનશન સુધી હોય છે. આ ઇત્વરિક અનશન તપમાં બે ઘડી, નવકારસી (નમસ્કારિકા), પિરસી (૧ પ્રહર), એકાસન (અર્થો દિવસ) અથવા સંપૂર્ણ દિવસ-રાત સુધી ચારેય અનાદિ અથવા પાન (પેય) છોડીને ત્રણેય આહારેને ત્યાગ કરવામાં આવે છે. યાવસ્કથિતમાં બે દિવસના ઉપવાસથી લઈને ત્રણ (તેલા), ચાર (ચેલા), પાંચ (પંચોલા), આઠ (અઠ્ઠાઈ), માસમખણ (એક માસિક ઉપવાસ), બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ અને ૬ મહિના સુધીના ઉપવાસ કરી શકાય છે, ઉપસર્ગાદિને કારણે અથવા તે અંતિમ સમય નજીક આવેલે જાણીને સંલેખના સંથારાપૂર્વક આજીવન સાગારી કે અસાગારી અનશન કરી શકાય છે.
મનુષ્યની શક્તિ, રુચિ, પરિસ્થિતિ, ઉત્સાહ, ભાવના વગેરે એક સરખાં નથી હોતાં, માટે અનશન તપના પણ અમુક પ્રકાર કે અમુક માત્રાઓ દર્શાવવામાં આવી છે.
જે લેકે રાત-દિવસ ખાવા-પીવામાં જ ડૂબેલાં રહે છે, તેમને માટે તપ આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. તે જો બે ઘડીના અનશનથી શરૂ કરીને ધીરેધીરે પ્રયત્ન કરીને વધારવામાં આવે તે મહીનાઓ સુધી ભેજન લીધા વગર રહી શકાય છે. આનાથી અનેક લાભ છે. એક લાભ એ થાય છે કે મનુષ્યનું મન અને ઇન્દ્રિયે રાત -દિવસ પિતાપિતાના વિષયોને ગ્રહણ કરવામાં ડૂબેલાં હોય છે તેના પર થડા સમય માટે સંયમ આવી જાય છે. બિલકુલ નિર્બળ, નિરુત્સાહ અને કંઈ પણ ત્યાગ કરતાં ડરતું મને આનાથી સબળ બને છે, નાના નાના ત્યાગ કરવાથી અને તેનું ઉત્સાહપૂર્વક પાલન કરવાથી ધારણાશક્તિ અને સંકલ્પશક્તિ વધી જાય છે. પછી મનુષ્ય
28 ઓજસ દીઠાં આત્મબળનાં