________________
[૧૩] જો કે આ ઉપરાંત આપણે નાની મોટી બીજી બેદરકારી ઘણું છે; પરંતુ તેવી ઝીણવટમાં ઉતરવા પહેલાં ઉપરની મુખ્ય અપૂર્ણતાઓ આપણે ટાળવાનો પ્રયત્ન કરીશું તે આ પ્રભાવિક મહા મંત્રો (સમર) ની અદભુત મહત્તાને ખ્યાલ આવી જશે.
અનુભવ ઉપરથી એમ સમજાયું છે કે નવમરણ ઉપર લેકશ્રદ્ધા તે અપૂર્વ છે અને તે કંઠાગ્ર કરવાને આ-બાલવૃદ્ધ આતુર છે; પરંતુ તેના શબ્દનું ગાંભીર્ય સમજવાના અભાવે, તેમજ જોડાક્ષરના શુદ્ધ-સ્પષ્ટ ઉચ્ચાર કરવા જેટલી જીભ ન કેળવાવાની ફરીયાદથી આ ઉત્સાહને જોઈએ તેટલું પોષણ મળતું નથી. એટલે તે ખામી દૂર થવાને દરેક પદનું અગાંભીર્ય સમજવાની જરૂર છે. જો કે આ સગવડ માટે નવમરણના અર્થ અને વિવેચન, સાહિત્ય ઉત્તેજકે એ બહાર પાડીને તે ખામી દૂર કરી છે, પરંતુ તેવા મૂળ મંત્રના અર્થો હૃદયમાં ઠસી રહે તે માટે કાવ્યરૂપે કંઠાગ્ર કરવામાં આવે તો વધુ સવડતા જળવાય એમ લાગતાં વળાવાળા મહેતા દુલભજી ગુલાબચંદે તેવા નવમરણના દરેક પદને ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે ગુંથેલા અમારી પાસે આવવાથી આ ઉપયોગી સાધન જનસમાજની સેવામાં મૂકતાં અને હર્ષ થાય છે.
એક વાત સ્પષ્ટ કહી દેવી જોઈએ કે મૂળ સૂત્રમાં જે શબ્દગાંભીર્યની સંકલનાથી ઇવનિની પ્રજા સાથે થઈ શકે છે તે શક્તિ ભાષાંતરમાં ઉતારવી દુલભ છે. એટલે આ