________________
[૧૫૪] હે દેવેન્દ્રો વડે વંદન કરવા યોગ્ય ! હે જાણે છે, સમસ્ત વસ્તુને રહસ્ય (પરમાર્થ) જેણે એવા ! હે સંસાર સમુદ્ર થકી તારનાર ! હે વિભુ! હે ત્રણ ભુવનના નાથ ! હે દેવ! દયા સમુદ્ર! સીદાતા (વિષાદ પામતા) એવા મને. ભયને આપનાર એવા સંકટના સમુદ્ર થકી હમણાં રક્ષણ.. કરે અને (પાપને નાશ કરીને) પવિત્ર કરે. ૧૧
હે નાથ! પરંપરાના સંચયને કરવાવાળી એવી તમારા ચરણ કમળની ભક્તિનું જે કંઈપણ ફળ હોય તે હે શરણ કરવા ગ્ય! તમારું એક શરણ છે જેને એવા (તમારે જ શરણે આવેલા) મને લેકને વિષે અને જન્માંતરને વિષે પણ તમે સ્વામી થાઓ અર્થાત્ તમારી ભક્તિનું કંઈ ફળ મળતું હોય તે હું એટલું માગું છું કે ભવભવને. વિષે તમે મારા સ્વામી થાઓ ! ૪૨
હે જિનેન્દ્ર! હે પ્રભુ! હે મનુષ્યના નેત્રરૂપ ચંદ્ર વિકાશી કમળને ચંદ્રમા તુલ્ય! સમાધિવાળી (ધ્યાનવાળી સ્થિર) બુદ્ધિ છે જેમની એવા, અત્યંત ઉલ્લાસ પામતા રોમાંચ વડે કંચુકિત છે શરીરના ભાગો જના એવા, તમારા બિંબના નિર્મળ સુખ કમળને વિષે બાંધયું છે લક્ષ્ય જેણે એવા અને વિશેષ ગળી ગયા છે કમ મળને. સમૂહ જેનો એવા છતાં ભવ્ય પ્રાણીઓ એ પૂર્વોક્ત પ્રકારે વિધિપૂર્વક તમારા સ્તોત્રને રચે છે (કરે છે) તેઓ પ્રકર્ષ દેદીપ્યમાન સ્વર્ગ લક્ષ્મીને ભેળવીને તત્કાળ (દેવ થઈને. મનુષ્ય ભવ પામીને) મોક્ષને પ્રાપ્ત કરે છે. ૪૩-૪૪