Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay

View full book text
Previous | Next

Page 209
________________ [૧૬] હે ભવ્ય પ્રાણીઓ ! જે કારણ માટે અહીં (આ જગ-તમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થકરાના જન્મ સમયે સૌઘમ દેવલોકન ઈન્દ્ર પિતાનું આસન ચલાયમાન થયા પછી અવધિજ્ઞાને (જિન જન્મને) જાણીને પછી. ૩ સુઘોષા નામની ઘંટાને વગાડ્યા પછી સર્વ સુર(માનિક દેવ) અસુર (ભવનપત્યાદિ દેવ) અને તેના ઈન્દ્રાની સાથે (જિન જન્મસ્થાને) આવીને પરમ વિનય સહિત અહદરૂપ ભટ્ટારક (પૂજ્ય) ને કર સંપુટમાં ગ્રહણ કરીને. ૪ મેરૂ પર્વતના શિખર ઉપર જઈને, કર્યો છે જિન જન્મ મહોત્સવ જેણે એ તે (સ્નાત્ર મહોત્સવને અંતે) શાંતિની ઉદઘોષણા કરે છે (વેદધ્વનિની જેમ મોટા શબ્દ બોલે છે) તે કારણ માટે હું પણ કરેલનું અનુકરણ જેમ થાય તેમ કરીને (વિચારીને), વળી મહાન જન ઈન્દ્રાદિકદેવ સમૂહ (પ્રવ) તે જ માગ પ્રમાણ ( અર્થાત્ ઈન્દ્રાદિ દેએ જેમ કર્યું તેમ આપણે પણ કરવું.). ૫ એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે (જિનાલયે) રૂડે પ્રકારે આવીને સ્નાત્ર પીઠિકા ઉપર જિનસ્નાત્ર કરીને હું મોટા શબ્દ જે શાંતિપાઠ કરું છું, તે પૂજા, યાત્રા, અને સ્નાત્ર વગેરે– મહોત્સવ કર્યા પછી – એ પ્રકારે કાન દઈને (સાંભળવા માટે કાનને સાવધાન કરીને) તમે સાંભળો, સાંભળો ! સ્વાહા. ૬ છે એ પદ શરૂઆતમાં બોલીને કહે છે કે આજ ઉત્તમ

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232