________________
[૧૬૪] પદોની વચમાં અર્થાત ચારિત્રો અને નમઃ ની વચમાં
હીં” કાર મૂકવાથી સતાવીશ અક્ષરને મૂળમંત્ર થાય છે. [શ્રી ઋષિ મંડળ સ્તવના યંત્રને આ જે મૂળમંત્ર થયા તે આ પ્રમાણે ૩૦ હાં, હીં, હું, હું, હે, હું હોં હું સિા ઉ સા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રે હીં નમઃ”- આ મંત્રની વિધિપૂર્વક આરાધના કરનારના તમામ મનવાંછિત સિદ્ધ થાય છે.] ૯ ૧૦
જંબુદ્વિીપની તરફ લવણ સમુદ્ર છે. આ દ્વીપ આઠ દિશાઓના સ્વામી અરિહંત આદિ આઠ પદથી અલંકૃત છે. તેના મધ્યભાગમાં બહુ ફૂટથી અલંકૃત એ મેરુ પર્વત છે. આ પર્વતની ચારે તરફ એકની ઉપર એક જ્યોતિશ્ચકો પરિક્રમા કરતા હોવાથી તે અત્યંત દર્શનીય છે. આવા મેરુ પર્વત ઉપર સકારાંત બીજ “હ” ની સ્થાપના કરીને, તેમાં બિરાજિત અરિહંત ભગવાનની પ્રતિમાનું લલાટમાં સ્થાપના કરીને હું નમસ્કાર કરું છું. ૧૧-૧૨-૧૩
અરિહંત ભગવાન અક્ષય, નિર્મળ, શાંત, અજ્ઞાન રહિત, નિષ્કામ, નિરહંકારી, અને શ્રેષ્ઠ છે. શ્રેષ્ટમાં પણ સર્વ શ્રેષ્ટ છે, ઘન છે. ૧૪
અરિહંત ભગવાન અનુદ્ધત, શુભ અને સ્ફટિક જેવા છે, સ્વચ્છ સાવિક છે, ત્રિલોકનાથ હોવાથી રાજસિક છે. આઠ કર્મોને નાશ કરવા માટે તામસિક છે. વિ-રસ છે. તેજસ છે અને (શરદ) પૂનમની ચાંદની જેવા આનંદકારી-શીતળ