________________
[૧૭] આ મહા સ્તોત્રને ખાનગી રાખવું જોઈએ અને જેને તેને આપવું ન જોઈએ. આ સ્તોત્ર (મંત્ર) મિથ્યાત્વીઓને આપવાથી, તે આપનારને પગલે પગલે બાળહત્યાનું પાપ લાગે છે. પ૭
ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે સાધકે આયંબિલ આદિ તપ કરીને ચાવીશ જિનેશ્વરની પૂજા કરીને આ મંત્રને આઠ હજાર વખત જાપ કરે જોઈએ. ૫૯
જેઓ રેજ સવારમાં વિશુદ્ધ તન મનથી અને એકચિત્તે આ સ્તોત્રને એકસો ને આઠ વાર જાપ કરે છે તેઓને કેઈપણ પ્રકારના રોગો થતા નથી અને તેમને બધા જ પ્રકારની સંપદાઓ આવી મળે છે. ૫૯
મન, વચન અને કાયાની શુદ્ધિ જાળવીને એકાગ્રચિત્તથી જે માણસ આઠ માસ સુધી રેજ સવારમાં સ્તોત્રને પાઠ કરે છે તેને અરિહંત ભગવાનના તેજોમય બિંબના દર્શન થાય છે. આવું દિવ્ય દર્શન પામનાર સાતમાં ભવે નિચે પરમાનંદરૂપ મોક્ષપદને પામે છે. ૬૦-૬૧
આ પ્રમાણે વિધિવત્ સ્તોત્રનું ધ્યાન કરનાર દેયાતા જગવંદ્ય બને છે, કલ્યાણને વરે છે અને મોક્ષપદને પામીને ફરીથી તે આ સંસારમાં પાછા ફરતે નથી. ૬૨
સ્તોત્રોમાં આ સ્તોત્ર મહાતેત્ર છે. સ્તવમાં ઉત્તમ સ્તવન છે. તેનું પઠન, સ્મરણ અને જાપ કરવાથી અજરામરપદની (મોક્ષ) પ્રાપ્તિ થાય છે. ૬૩