________________
[૧૬૮] પણ અધિક તિ અરિહંત પરમાત્માની છે. તેમજ તે પરમાત્મા બધી વિદ્યાઓના ખજાના રૂપ છે : ૪૨
પાતાળવાસી ભવનપતિ દે, પૃથ્વીવાસી વ્યંતરાદિક દે, તેમ જ સ્વર્ગનાં સર્વ દે ! મારી રક્ષા કરે ! ૪૩
અવધિજ્ઞાનની લબ્ધિવાળા અને પરમાવધિ-જ્ઞાનની લબ્ધિવાળા દિવ્ય મુનિયે ! મારી સર્વત્ર રક્ષા કરે ! ૪૪
શ્રી, હીં, ધૃતિ, લક્ષ્મી, ગૌરી, ચંડી, સરસ્વતી, જયા, અંબિકા, વિજયા, કિન્ના, અજિતા, નિત્યા, મદદ્રવા, કામાંગા કામબાણા, નંદા, નંદમાલિની, માયા, માયાવિની, રૌદ્રી, કલા, કાલી, અને કલાપ્રિયા- આ સર્વ દેવીએ ત્રણ જગતમાં વિદ્યમાન છે, તે ચોવીશે દેવી ! મને કાતિ, લક્ષ્મી, ધૈર્ય અને બુદ્ધિને આપનારી થાઓ! ૪૫-૪૬-૪૭
દુર્જને, ભૂત, વૈતાલ, પિશાચ, મુગલ રાક્ષસ, વગેરે સર્વ મિથ્યાત્વી દે ! દેવાધિદેવ શ્રી જિનેશ્વર દેવના પ્રભાવથી શાંત થાઓ! ૪૮
આ શ્રી ઋષિમંડળ સ્તવ દિવ્ય અને દુપ્રાપ્ય છે. જગતના જીવોની રક્ષા કરવા માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ આ સ્તોત્ર કહ્યું છે અને આથી જ તે ગુપ્ત રાખવા યોગ્ય છે. ૪૯
આ શ્રી ઋષિમંડળ મંત્રનું સ્મરણ કરવાથી માણસની યુદ્ધમાં, રાજદરબારમાં, આગમાં, પૂરમાં, કિલામાં, સ્મશાનમાં, ઘર વનમાં કઈ સંકટ આવી પડવાના પ્રસંગે તેમ જ હાથી