________________
[૧૪] ભાષાતર કઠાગ્ર કરવાથી મૂળ સૂત્ર કંઠાગ્ર કરવાની અગત્ય ઓછી થતી નથી, પરંતુ મૂળ સૂત્રના ભાવ સમજવા અને સરલતાથી કંઠાગ્ર કરવામાં આ અનુવાદનો અભ્યાસ ટેકારૂપ થઈ પડે છે. એટલે આ ઉપયોગી શ્રમ કરી ગુજરાતી કાવ્યમાં નવસ્મરણનું અવતરણ તૈયાર કરવા માટે ભાઈ દુર્લભજી ગુલાબચંદને માન ઘટે છે. - અનુવાદમાં શબ્દચમત્કૃતિની છાયા જળવાઈ રહે તેમ પ્રથમ પાંચ સમારણે અમે તપાસી જવા ઉપરાંત આ અનુવાદ જુદા જુદા પ્રખર વિદ્વાન મુનિ-રાજેની દ્રષ્ટિમાં લાવી તેઓશ્રીની સલાહ સૂચના તથા સહાનુભૂતિ મેળવવાને ખાસ સંભાળ રાખવામાં આવી છે, કે જે સર્વને આ તકે ઉપકાર માનવાની તક લઈએ છીયે; તેમજ ખાસ કરીને તેના સંશોધનમાં શ્રીમાન કુંવરજી આણંદજીએ જે કિંમતી મદદ કરી છે તે માટે તેમના આભારી છીએ, જ્યારે તેમાં કંઈ ન્યુનતા જણાય તો આ મહામંત્રની ગંભીરતાને વિચાર કરતાં તેમાં અમારી અપગ્રતા જવાબદાર સમજી પૂજ્ય મુનિવરો અને સાહિત્ય ઉપાસક શુભેચ્છકો જે કંઈ સૂચના કરશે તે તરફ ઉપકાર સાથે બીજી આવૃત્તિમાં ખાસ ધ્યાન રાખવાની કાળજી રહેશે.
મરણપ્રભાને પ્રત્યક્ષ ખ્યાલ આવી શકે તે માટે “ કલ્યાણુમંદિર સ્તોત્રના છુટાછવાયા છ શ્લોકના ભાવદર્શક ચિત્રો આ આવૃતિમાં મુકવાની તક મળી છે તે માટે કલકત્તાવાળા બાબુ પુરણચંદજી નહારને માન ઘટે છે.