________________
| શ્રી બ્રહદ્ શાંતિ... |
આ મોટી શાંતિની રચના શ્રી નેમિનાથ ભગવાનની માતા શિવાદેવીએ દેવી અવસ્થામાં કરી હતી એમ ટીકાકાર શ્રી હર્ષકીતિ સૂરિની માન્યતા છે. રચનાકારને ચેકસ નિર્ણય જાણવા મળતું નથી.
શ્રી માનદેવસૂરિએ પણ “શાંતિ સ્તંત્ર” ની રચના કરી છે. આથી આ સ્તોત્રનું નામ “મેટી શાંતિ કે શ્રી બૃહદ શાંતિ” રખાયું છે. તેમાં મુખ્યત્વે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. ઉપરાંત શ્રી પાર્શ્વનાથ ભગવાનની પણ પ્રાર્થના કરાઈ છે.
શ્રી સ્નાત્ર મહોત્સવ, શાંતિસ્નાત્ર આદિ પ્રસંગોએ તેમ જ પખી, ચઉમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં તે - બોલવામાં આવે છે.
તેમાં ચોવીશ તીર્થકરે, સેળ દેવીઓ, નવ ગ્રહ, ક્ષેત્રપાળે તેમ જ અન્ય દેવને પિતાના પર પ્રસન્ન થવા પ્રાર્થના કરવામાં આવી છે.
| તન અને મનની શુદ્ધિથી આ સ્તોત્રનું સમરણ કરવાથી રેગોનું ઉપશમન થાય છે, ભ. દૂર થાય છે અને સૌથી વિશેષ તે ચિત્તમાં અપૂર્વ શાંતિ અને પ્રસન્નતાને અનુભવ - થાય છે.
તેત્રની છેલ્લી ગાથા “સર્વમંગલ....' વ્યાખ્યાન પૂર્ણ થયે પૂજ્ય મુનિ ભગવતે અચૂક બોલે છે. આ ગાથા દ્વારા જૈન શાસનને – જૈન ધર્મને મહિમા ગાવામાં આવ્યો છે...