________________
[૧૨૪]
“જાતનુ આભૂષણ) અને ઝાંઝરના મનહર શખ્સ વડે મિશ્રિત કર્યો છતે હાવ ભાવ અને વિલાસના પ્રકારવાળા અંગના વિક્ષેપે કરીને, નૃત્ય કરીને વઢાયેલા છે જે, તે ત્રણ ભુવ -નના સર્વ પ્રાણીઓને શાંતિના કરનાર ( અથવા મેાક્ષને આપનાર) અને વિશેષ શાંત થયા છે સર્વ પાપ ( અશુભ કર્મ ) તથા દોષ ( રાગ, દ્વેષ, માઠુ વગેરે) જેના ( અથવા જેથી) એવા ઉત્તમ શાંતિનાથ જિનને આ પ્રત્યક્ષ એવા હું નમસ્કાર કરુ છું. ૩૦-૩૧,
છત્ર, ચામર, પતાકાં, સૂપ અને જવ (લક્ષણા ) વડે સુશાભિત, શ્રેષ્ઠ ધ્વજ, મગર, અશ્વ અને શ્રી વત્સ એવા શાભાયમાન છે લાંછના જેમને એવા, દ્વીપ, સમુદ્ર, મૈરૂપ ત અને દિગ્ગજ કુટવડે શેાભિત, સ્વસ્તિક, વૃષભ, સિંહ, થ અને ચક્રવડે શ્રેષ્ઠ રીતે ચિહ્નિત ( લક્ષણવાળા ), સ્વભાવે કરીને શેભાયમાન, સરખી રીતે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત, રાગાદિ દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણેાવડે માટા, નિર્માંળતા વર્લ્ડ શ્રેષ્ઠ, તપવડે પુષ્ટ, લક્ષ્મીદેવી વડે પૂજાયેલા અને મુનિએ વડે સેવાયેલા, તપ વડે ટાળ્યાં છે સર્વ પાપ (શુભાશુભ કર્મ ) જેણે એવા, સર્વલેાકના હિત ( મેક્ષ ) ના મૂળ ( જ્ઞાન, દન, ચારિત્ર) ને પ્રાપ્ત કરાવનાર, રૂડે પ્રકારે સ્તુતિ કરાચેલા તે અજિતનાથ અને શાંતિનાથ પૂજ્યેા! મને મેાક્ષ-સુખના આપનાર થાએ. ૩૨-૩૩-૩૪.
એ પ્રકારે તપ સામર્થ્ય વડે વિશાળ, ગયાં છે ક રૂપ રજ અને મેલ જેના એવુ' શાશ્વતી અને વિસ્તીણ ( વિપુલ