________________
[૧૪૧] હે નાથ ! મોહનીય કર્મને ક્ષય થવાથી (અથવા અજ્ઞા-- નના ક્ષયથી) ગુણેને અનુભવતો (ભગવતે) એ મનુષ્ય પણ તમારા ગુણેને ગણવાને નિચે સમર્થ થતો નથી. જે કારણ માટે કલ્પાંત કાળને વિષે ફેંકી દીધું છે પાણી જેણે
એવા સમુદ્રને પ્રત્યક્ષ પણ રત્નને સમૂહ નિચે શું કઈ ‘વડે માપી શકાય છે? અર્થાત્ પાણી ઊછળી જવાથી પ્રગટ દેખાતે રત્ન સમૂહ જેમ માપી શકાતું નથી તેમ માનીયાદિ કર્મના ક્ષયથી પ્રગટપણે તે ગુણેને જાણતા એવા કેવળી. પણ તેની ગણતરી કરી શકતા નથી. ૪ | હે નાથ! હું જડબુદ્ધિવાળે (મૂખ) છું તે પણ દેદીપ્યમાન અસંખ્ય ગુણના સ્થાન એવા આપનું સ્તવન કરવાને હું સાવધાન (ઉદ્યમવંત) થયેલ છું. બાળક પણ પોતાના બે હાથને પહોળા કરીને પોતાની બુદ્ધિવડે સમુદ્રના વિસ્તારને શું નથી કહેતો? અર્થાત્ બાળક જેમ પોતાના હાથ પહેળા કરીને સમુદ્રને વિસ્તાર બતાવે છે, તેમ હું પણ મારી શક્તિ અનુસારે આવડે એવી હતુતિ કરવાને ઉદ્યત થયે છું. ૫
હે પ્રભુ! તમારા જે ગુણે યોગીઓને પણ કહેવાને પ્રાપ્ત થતા નથી (વચન ગોચર થતા નથી) તેને વિષે (તે ગુણે કહેવાને) મારી શક્તિ કેમ હોય? તે માટે એ પ્રકારે (સ્તુતિ કરવાને આરંભ) અવિચારી કાર્ય થયું. અથવા પક્ષીઓ પણ નિચ્ચે પોતાની ભાષા વડે બેસે છે. અર્થાત