________________
[૧૭] તરફ નીચું છે મુખ જેનું એવા બીટ હેય તેમજ કેમ પડે છે એ આશ્ચર્ય છે. અથવા હે મુનિશ! તમે પ્રત્યક્ષ જીતે સુંદર ચિત્તવાળા (ભવ્યજને) ના બંધને (કર્મના અત્યંતર બંધન અને બેડી વગેરે બાહ્ય બંધન) જે કારણ માટે નીચે જ જાય છે. (નાશ પામે છે.) અર્થાત્ પુષ્પના બીટ નીચે જાય છે તે એમ સૂચવે છે કે ભગવંતના સમીપપણાથી જેમ અમારા બીંટ (બંધન) નીચે રહે છે તેમ ભવ્ય પ્રાણુ અગર દેવતાના બંધને પણ નીચે જશે એટલે તૂટીને નીચે પડશે. ૨૦
હે સ્વામીન્ ! ગંભીર હૃદય રૂ૫ સમુદ્ર થકી ઉત્પન્ન થયેલી એવી તમારી વાણીના અમૃતપણને શ્રોતાઓ કહે છે તે યુક્ત છે. જે માટે ઉત્કૃષ્ટ હર્ષના સંગને ભજનારા ભવ્યજનો તમારી વાણીનું પાન કરીને (અત્યંત આદરથી સાંભળીને) શીઘ અજરામરપણાને પામે છે. અર્થાત્ જે કેઈ અમૃતને પીવે છે. તે અજરામર થાય છે તેમ તમારી વાણુનું પાન કરનારા ભવ્ય ચિદાનંદ સ્વરૂપ થઈ (મેક્ષ) અજરામર સ્થાનને પામે છે. માટે તમારી વાણુને અમૃત તુલ્ય કહે છે તે યુક્ત છે. ૨૧
હે વામીન્ ! હું એમ માનું છું કે પવિત્ર એવા દેવોએ વીજેલા ચામરના સમૂહે, અત્યંત નીચા નમીને પછી રૂડે પ્રકારે ઊંચે ઊછળતા છતાં આ પ્રકારે કહે છે: “જે મનુષ્પો આ પ્રત્યક્ષ મુનિઓને વિષે શ્રેષ્ઠ (પાર્શ્વનાથ પ્રભુ)ને નમસ્કાર