________________
[ ૧૪૫] કમળના મધ્યભાગરૂપ કર્ણિકા એ જ તમારું યોગ્ય સ્થાન છે. ૧૪
હે જિનેશ્વર ! લોકને વિષે ધાતભેદ (મ ટી પાષાણુ સાથે મળેલ પાતુ) પ્રબળ અગ્નિવડે પાષાણપણાને ત્યાગ કરીને તત્કાળ સુવર્ણપણાને જેમ પામે છે તેની જેમ તમારા ધ્યાન થકી ભવ્ય પ્રાણીઓ ક્ષણવારમાં શરીરને ત્યાગ કરીને પરમાત્મદશાને પામે છે. અર્થાત્ તમારું ધ્યાન કરવાથી પ્રાણુઓ તમારા જેવા બને છે. ૧૫
હે જિન! જે (શરીર)નાં હદયને વિષે ભવ્ય પ્રાણીઓ વડે તમે નિરંતર વિશેષે ચિંતવન થાઓ છે, તે પણ તે (ભના ) શરીરને તમે કેમ નાશ કરે છે ? હવે દષ્ટાંત કહે છે કે મધ્યસ્થ પુરુષનું નિચે એવું જ સ્વરૂપ છે. જે કારણ માટે મેટા પ્રભાવવાળા પુરુષે કલેશને ઉપશમાવે છે. અર્થાત્ તમે મધ્યસ્થ હોવાથી શરીર અને જીવને પરસ્પરને અનાદિકાળને વિગ્રહ હતો તે મટાડવા શરીરનો નાશ કરે છે અને જીવને મોક્ષ પમાડે છે. ૧૬
હે જિનેન્દ્ર ! પંડિતે વડે તમારે વિષે અભેદ બુદ્ધિએ કરીને ધ્યાન કરાય છત આ આત્મા આ જગતને વિષે તમારા સરખો પ્રભાવવાળે થાય છે. પાણું પણ અમૃતપણે એ પ્રકારે ચિંતવન કરાયું છતું (અથવા મણિ મંત્રાદિક વડે સંસ્કારિત કર્યું છતું) ઝેરના વિકારને શું દૂર નથી કરતું? અર્થાત અમૃતબુદ્ધિએ ચિંતવેલું અથવા મંત્રિત