________________
[૧૪૮] કરે છે તે શુદ્ધ ભાવવાળા મનુષ્ય નિચે ઊંચી ગતિવાળા થાય છે. અર્થાત્ ચામર એમ સૂચવે છે કે જેમ અમે નીચા નમ્યા પછી ઊંચે ચડીએ છીએ તેમ છે કે આ જિનેશ્વરને નમશે તે ઊંચી ગતિને (મેક્ષ ગતિ) પામશે. ૨૨
હે પ્રભુ! અહી (સમવસરણને વિષે) નીલા-વર્ણવાળા, ગંભીર વાણીવાળા, અને નિર્મળ (ઉજજવળ-દેદીપ્યમાન) સુવર્ણ મિશ્રીત રત્નના બનાવેલા સિંહાસનને વિષે બેઠેલા એવા તમેને ભવ્ય પ્રાણીરૂપ મયૂર, મેરુ પર્વતના શિખર ઉપર અત્યંત ગર્જના કરતા નવીન મેઘને જેમ ઉત્સુકતાથી જેતા હોય તેની પેઠે જુવે છે. ૨૩
હે પ્રભુ! ઊંચે જતા (પ્રસરતા) એવા તમારા નીલકાંતિના મંડળ (ભામંડળ) વડે આચ્છાદિત થઈ છે પાંદડાની કાંતિ જેની એ અશક વૃક્ષ હતે. અથવા હે વીતરાગ ! તમારા સમીપ પણાના થકી ચેતના સહિત એ પણ કર્યો પુરુષ નિર્મમત્વને ન પામે ? અર્થાત્ તમારા સમીપપણથી સચેતન (પ્રગટ ચેતનવાળા) વૈરાગ્યને પામે છે તો અચેતન (અપ્રગટ ચેતનવાળ) અશોક વૃક્ષ નીરાગતાને (નિસ્તેજપણું) પામે તે યુક્ત જ છે, કેમકે અચેતનને તે ગમે તે ફેરવી શકે સચેતનને તે જ્ઞાનવાન હોય તે જ પ્રતિબધી શકે. ૨૪
હે દેવ ! હું એમ માનું છું કે આકાશને વ્યાપીને શબ્દ કરતો એ તમારે દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે (ઉદ્દઘોષણ) કરે છે કે- “હે ત્રણ જગતના