________________
[ ૫૧] જગતને પ્રકાશ કરવાના હેતુભૂત એવું જ્ઞાન નિરંતર તમારે વિષે ફુરે છે. ૩૦
હે નાથ! કમઠાસુરે ક્રોધ થકી; અત્યંતપણે વ્યાપ્ત કર્યું છે આકાશ જેણે એવી જે રજે (ધૂળ) તમારા તરફ ઉડાડી, તે રવડે તમારી છાયા (શરીરને પડછાયો અથવા કાતિ) પણ ન હણાણું પરંતુ એ જે વડે હતાશ (હણાઈ છે આશ જેની એ) અને દુષ્ટાત્મા એ એજ કમઠાસુર વ્યાપ્ત થયે. ૩૧
હે જિનેશ્વર ! ગર્જના કરતે પ્રબળ મેઘને સમૂહ છે જેને વિષે એવું, ઘણું ભયંકર, આકાશ થકી પડતી વીજળી છે જેને વિષે એવું અને સાંબેલા જેવી પુષ્ટ અને બિહામણું છે ધારા જેને વિષે એવું દુખ તરવા ગ્ય (દુસહ) પાણી જે કારણ માટે કમઠાસુરે વરસાવ્યું (તમને ઉપસર્ગ કરવા) પછી તે જ પાણી વડે તે કમઠાસુરનું ભૂંડી તલવારનું કામ કરાયું અર્થાત્ ખરાબ તલવાર તેને રાખનારનું જ છેદન ભેદન કરે છે તેમ આ પાણી તેના વરસાવનાર કમઠને જ સંસારને વિષે છેદન ભેદન રૂપ કાર્ય કરનારું થયું. મતલબ કે પ્રભુને ઉપસર્ગ કરવાથી તેને સંસાર વધે. ૩૨ - હે પ્રભુ! નીચે વિખરાયેલા ઉપરના કેશ હોવાથી વિરૂપ થયેલી છે આકૃતિ જેની એવા મનુષ્યના માથાના ઝમણ (લટકતા હારડા)ને ધારણ કરનાર ભયંકર મુખ થકી નીકળતે છે અગ્નિ જેને એવો જે દેત્યને સમૂહ તે પણ