________________
કલયાણુમંદિર ૮ ભાવાનુવાદ
કલ્યાણનું ઘર, ઉદાર (મેટું અથવા ભવ્ય જનને - વાંછિત આપે તેથી દાતાર), પાપને ભેદન કરનાર, ભય પામેલાને અભય (નિર્ભયતા અથવા મોક્ષ) આપનાર, પ્રશસ્ય (જરા પણ દોષરહિત), અને સંસારરૂ૫ સમુદ્રને વિષે ડૂબતા સમગ્ર પાણુઓને વહાણ તુલ્ય એવા જિનેશ્વરના ચરણ કમળને નમસ્કાર કરીને, ૧
કમઠના અહંકારને ધૂમકેતુ સમાન એવા જે તીર્થકર (પાર્થ પ્રભુ) ના મહિનારૂપી મહાસાગરનું સંસ્તવન કરવાને વિસ્તાર પામેલી છે બુદ્ધિ જેની એવો બ્રહસ્પતિ પોતે સમર્થ નથી, તે તીર્થકરનું સ્તવન પ્રત્યક્ષ (મૂM) એ હું નિશ્ચ કરીશ. ૨
હે સ્વામી! મારા સરખા મંદ બુદ્ધિવાળા પુરુષ, સામાન્યપણે પણ તમારું સ્વરૂપ વર્ણવાને કેવી રીતે સમર્થ થાય? અથવા ધૃષ્ટ (ધીઠે-દઢ પ્રયત્નવડે પ્રગલભ) પણ દિવસે આંધળો એ ઘૂવડને બાળક નિચે સૂર્યના સ્વરૂપને શું કહી શકે છે? અર્થાત્ ગમે તે વાચાળ અને બુદ્ધિશાળી ઘૂવડ હંમેશા દિવસે અંધ હોવાથી સૂર્યનું સ્વરૂપ વર્ણવી શકે નહિ તેમ હું મંદબુદ્ધિ હેવાથી તમારું સ્વરૂપ વર્ણવી શકું તેમ નથી. ૩