________________
[૧૩૮] (વ્યાકુળ) થયેલાં યોદ્ધાઓ વડે કરીને ભયંકર યુદ્ધને વિષે તમારા ચરણરૂપ કમળવનને આશ્રય કરીને રહેલા પુરુષ, વિશેષ પ્રકારે જિત્યા છે (દુખે જિતાય એવા) શત્રુના. પક્ષેને જેણે એવા છતાં જયને પામે છે, અર્થાત્ તમારા ચરણ કમળને આશ્રિતને મોટા સંગ્રામમાં જય મેળવે છે. ૩૯
ક્ષોભ પામેલા છે, ભયકંર નર્ક જાતિના મર્યના સમૂહે, પાઠીન અને પીઠ જાતિના જળજતુઓ અને ભયને આપ-- નારા તથા વિષમ વડવાગ્નિ જેને વિષે એવા સમુદ્રને વિષે ઉછળતા કલ્લોલના શિખર ઉપર રહ્યું છે વહાણ જેનું એવા. પુરુષે, તમારા નામસ્મરણથી ત્રાસને ત્યાગ કરીને ઈચ્છિત. સ્થાને જાય છે અર્થાત્ તફાની દરિયામાં પણ તમારા નામ મરણથી નિવિદને ઈચ્છિત સ્થાને પહોંચે છે. ૪૦
ઉત્પન્ન થયેલ ભયંકર જલદર રેગના ભારવડે વાંકા વળી ગયેલા, શોચનીય દશાને પ્રાપ્ત થયેલા અને છોડી દીધી છે જીવિતની આશા જેમણે એવા મનુષ્ય તમારા ચરણકમળની રજરૂપ અમૃતવડે લેપાયેલ છે શરીર જેમના એવા છતે કામદેવ સરખા (સુંદર શરીરવાળા-રૂપવાન ) થાય છે અર્થાત્ શરીરે અમૃત ચોપડવાથી જેમ સુંદરરૂપ થાય છે, તેમ તમારા ચરણ કમળની રજ લગાડવાથી જલેદરાદિ દુઃસાધ્ય રોગવાળા મનુષ્યના રોગો નાશ પામી સુંદરરૂપ થાય છે. ૪૧
પગથી માંડીને ગળા સુધી મોટી સાંકળવડે બાંધ્યા છે