________________
[૧૪] મનુષ્ય ભાષા ન આવડવાથી પક્ષીઓ જેમ પિતાની ભાષામાં બેલે છે તેમ હું પણ સુંદર અર્થગર્ભિત સ્તુતિ કરવાને - અસમર્થ છતાંય શક્તિ અનુસાર સ્તુતિ કરું છું. ૬
હે જિનેશ્વર ! અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન દ્વરે રહે, તમારું નામ પણ (ગ્રહણ કરવાથી ) ત્રણ જગ- તનું ભવ (સંસાર ભ્રમણ) થકી રક્ષણ કરે છે, ગ્રીષ્મઋતુમાં પ્રચંડ(અસહ્ય) તાપવડે પીડાયેલા ( આકુળ વ્યાકુળ થયેલા) પંથીજ (મુસાફર) ને કમળવાળા સરોવરને સૂક્ષ્મ જળકણ સહિત (કંડ) પવન પણ ખુશી કરે છે, અર્થાત્ ઠંડે પવન મુસાફરોને ખુશી કરે તે પછી પાણીની તે શી વાત? તેમ તમારું નામ માત્ર ભવભ્રમણ મટાડે તે પછી સ્તવનને મહિમા તે શું વર્ણવો ? મતલબ કે તમારું સ્તોત્ર ઘણું મહાત્મ્યવાળું છે. ૭
હે સ્વામી! તમે હૃદયને વિષે વર્તતે છતે પ્રાણીના દઢ પણ કર્મબંધને, જેમ વનને મોર વનના મધ્યભાગે આવે છતે ચંદન વૃક્ષના સર્ષમય બંધનો તત્કાળ ઢીલા થઈ જાય છે તેમ, ક્ષણવારમાં શિથિલ થાય છે. અર્થાત્ મેરના આવવાથી સુગંધને લીધે ચંદન (સુખડ) વૃક્ષને વીંટાઈ રહેલા સર્પો જેમ ખસી જાય છે તેમ તમે ભવ્ય પ્રાણીના હૃદયમાં વસવાથી (તમારું ધ્યાન ધરવાથી) આકરાં કર્મબંધ હોય તે ઢીલા થઈ જાય છે. ૮
હે જિનેન્દ્ર ! તમારા દર્શન થવાથી મનુષ્ય ભયંકર સેંકડો ઉપદ્રવ વડે, જેમ સરાયમાન તેજ (પ્રતાપ-બળ)