________________
[૧૨૯] કરાયા છે, તે પરમાણુઓ પણ જગતમાં નિચે તેટલા જ છે. જે કારણ માટે તમારા સમાન બીજું કઈ રૂપ (આ જગતમાં) નિચે નથી. ૧૨
દેવ, મનુષ્ય અને ભવનપતિ દેવતાઓના નેત્રને હરણ કરનારું (મેહ પમાડનારું) તથા સમસ્ત પ્રકારે જિતી છે ત્રણ જગતની ઉપમા (કમળ, ચંદ્ર દર્પણ આદિ પદાર્થોની) જેણે એવું તમારું મુખ ક્યાં? અને લાંછન-કલંક વડે મલિન (ગ્લાનિ પામેલું) તથા પ્રભાત થયા પછી જે દિવસે પીળા ખાખરાના પાન સરખું (નિતેજ) થાય છે એવું ચંદ્રમાનું બિંબ કયાં? અર્થાત્ ચંદ્ર બિંબ કરતાં જગવંતના મુખનું તેજ અત્યંત નિર્મળ છે. માટે તે ઉપમા સંભવે નહિ. ૧૩
હે ત્રણ જગતના ઈશ્વર ! તમે સંપૂર્ણ મંડળવાળા પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ સરખા ઉજજવળ એવા તમારા ગુણે ત્રણ ભુવનને ઉલ્લંઘન કરે છે (ત્રણ ભુવનને
વ્યાપીને રહેલા છે) કેમકે જે એક (અદ્વિતીય-સમર્થ) નાથને જ આશ્રય કરીને રહેલા છે તેને સ્વેચ્છાએ વિચરતાં કેણ નિવારણ કરી શકે ? અર્થાત ત્રણે ભુવન ભગવંતના ગુણ ગ્રહણ કરવામાં તત્પર હોય છે. ૧૪
હે દેવ ! દેવાંગનાઓથી તમારું મન જરાય વિકાર ચેષ્ટાને પામ્યું નથી તેમાં શું આશ્રર્ય ? કેમકે કંપાયમાન થયા છે અન્ય પર્વત જેનાથી એવા પ્રલયકાળના પવનવડે ક્યારે પણ મેરુ પર્વતનું શિખર ચલાયમાન થએલું છે?