________________
[ ૧૩૨] વ્યાપ્ત (ચળકતા) એવા પણ કાચના ટૂકડાને વિષે એ (મોટાઈ) નથી પામતું અર્થાત અન્ય દેવોને વિભંગ જ્ઞાન છે. તમારા જેવું કેવળજ્ઞાન તેમનામાં નથી. ૨૦
હે નાથ ! નિશ્ચય કરી હરિહરાદિક દેવે જોયા તે સારું જ માનું છું કેમકે જેને દીઠે છતાં હદય તમારે વિષે જ સંતેષ (આનંદ) ને પામે છે. દેખેલે એવા તમારા દર્શનવડે કરીને શું ? તે કે જે તમારા દર્શન વડે પૃથ્વી વિષે બીજે કઈ દેવ ભવાંતરને વિષે પણ મનને હરણ નહિ કરે. અર્થાત્ આપની શાન્ત મુદ્રા નિહાળ્યા પછી બેધિબીજ પ્રાપ્ત કરેલ ભવ્યાત્માને ભવાંતરે પણ અન્ય દેવના દર્શન મન હરણ કરી શકતા નથી. ૨૧
હે નાથ ! સ્ત્રીઓના સેંકડીઓ સેંકડે પુને પ્રસવ છે, પરંતુ તમારા જેવા પુત્રને બીજી કઈ માતા જન્મ આપતી નથી; કેમકે બધી દિશા નક્ષત્રને ધારણ કરે છે પણ દેદીપ્યમાન છે કિરણોને સમૂહ જેને સૂર્યને પૂર્વ દિશા જ ઉત્પન્ન કરે છે, અર્થાત્ સૂર્યને જન્મ આપનાર જેમ પૂર્વ દિશા જ છે તેમ તમારા જેવા પુત્રને જન્મ આપનાર તે તમારી માતા (મરુદેવા) જ છે. ૨૨ | હે મુનિદ્રા મુનિઓ તમને પરમ પુરુષ (નિષ્કર્મા) અને પાપરૂપ અંધકારની આગળ સૂર્ય જેવી કાન્તિવાળા નિર્મળ (રાગ-દ્વેષ રહિત) કહે છે અને તમને જ રૂડા પ્રકારે પામીને (જાણી) મૃત્યુને જિતે છે. તે સિવાય બીજે. કેઈ ઉપદ્રવ રહિત મોક્ષપદને માર્ગ નથી. ૨૩