________________
[૧૩૦] અર્થાત ક૯પાંતકાળને પવન અન્ય પર્વતને કંપાવી શકે છે પણ મેરુ પર્વતને કંપાવી શકતા નથી, તેમ દેવાંગનાએ હરિહરાદિ અન્યને ક્ષોભ પમાડે છે પણ તમને ક્ષોભ પમાડી શકતા નથી. ૧૫
હે નાથ! દ્વેષરૂપી ધૂમ્ર અને કામદશારૂપી વાટ રહિત ત્યાગ કર્યો છે અને પ્રકાશરૂપ તેલને પૂર (તેલનું પૂરવું) જેણે એવા, આ સમગ્ર ત્રણ જગતને કેવળજ્ઞાનરૂપ ઉદ્યોત વડે પ્રકાશ કરે છે અને ચલાયમાન થયા છે પર્વતે જેના થકી એવા પવનને કદાપી ગમ્ય નથી [ પવન વડે એલવાય એમ નથી] એવા જગતપ્રસિદ્ધ (અથવા જગતને વિષે જ્ઞાનનો ઉદ્યોત છે જેને એવા) તમે અપૂર્વ (લેકેત્તર) દીપક છે. અર્થાત્ લૌકિક દીપક ધૂમ્ર વાટ અને તેલ સહિત છે અને ઘરમાં જ માત્ર પ્રકાશ કરે છે તથા પવન વડે ઓલવાઈ જાય છે. ત્યારે આપ પૂર્વોકત ધૂમ્ર વાટ અને તેલ રહિત છતા પણ લોકને પ્રકાશ કરે છે અને ગમે તેવા પવન વડે આપનો જ્ઞાન પ્રકાશ ઓલવાઈ જતો નથી, માટે અપૂર્વ દીપક છો. ૧૬
હે મુનિન્દ્ર ! તમે જગતને વિષે સૂર્ય થકી અધિક મહિમાવાળા છે. કેમકે કદીય અસ્ત પામતા નથી, રાહ વડે સવા યોગ્ય નથી (પાપરૂપ રાહુ વડે પરાભવ પામવા ચોગ્ય), તત્કાળ સમકાળે ત્રણે જગતને પ્રકાશ કરે છે અને મેઘ (જ્ઞાનાવરણાદિ કર્મરૂપ વાદળા) ના મધ્યભાગ વડે અચ્છાદિત થયા છે મેટો પ્રતાપ (જ્ઞાન પ્રકાશ) જેનો