________________
[૧૫] મણિએના કિરણોની પંકિત (અથવા અગ્રભાગ) વડે ચિત્રવિચિત્ર એવા સિંહાસનને વિષે સુવર્ણન જેવું મને જ્ઞ તમારું શરીર, ઊંચા મેરુ પર્વતના શિખર ઉપર આકાશને વિશે ઉદ્યોતમાન (પ્રસરેલા) કિરણોની શાખાને સમૂહ છે જેને એવું સૂર્યનું બિંબ હેય, તેની પેઠે વિશેષે કરીને શાલે છે. ૨૯
હે પ્રભુ! મોગરાના પુષ્પ જેવા વેતવર્ણવાળા અને (ઈન્દ્રોએ) વીંઝેલા એવા ચામરેવડે મનહર છે શોભા જેની એવું તથા સુવર્ણ સરખું મને હર તમારું શરીર, ઉદય પામેલા ચંદ્ર સરખા નિર્મળ ઝરણુના પાણીની ધારા જેને વિષે છે એવું અને સુવર્ણમય મેરુ પર્વતનું ઊંચું શિખર હોય, તેની જેવું વિશેષ કરીને શોભે છે. ૩૦
હે પ્રભુ! ચંદ્ર સરખું મનહર (અથવા ઉજજવળ) ઊંચે રહેલું (તમારા મસ્તકે ધારણ કરાયેલું), ઢાંકી દીધો
છે સૂર્યના કિરણોને પ્રતાપ (તેજ અથવા સંતાપ, પીડા) , જેણે એવું મોતીના સમૂહની રચનાવડે વિશેષે વૃદ્ધ પામી
છે શોભા જેની એવું અને ત્રણ જગતના પરમેશ્વરપણાને જણે પ્રકષ કરીને જણાવતું હોય નહિ ? તેવું તમારું છત્રત્રય વિશેષે શોભે છે. ૩૧
હે જિનેન્દ્ર ! વિકસ્વર થયેલા સુવર્ણના નવીન કમળના સમૂહની કાનિવડે ચારે તરફ ઉછળતાં નખના કિરણની પતિવડે મનોહર એવા તમારા બે ચરણે જ્યાં ગમન