________________
[ ૧૩૪] (કૃષ્ણ) છે, અર્થાત બુદ્ધ, શંકર, બ્રહ્મા અને નારાયણ એ યથાર્થ નામ પ્રમાણે ગુણવાળા નથી, કેમકે બુદ્ધ કેવળજ્ઞાન રહિત, શંકર સંહાર કરનારા, બ્રહ્મા હિંસક વેદનો ઉપદેશ દેનારા અને કુટ કપટ યુક્ત છે. માટે તે નામના યથાર્થ ગુણે સર્વ આપનામાં જ છે. ૨૫
હે નાથ ! ત્રણ ભુવનની પીડાને હરનારા તમને નમસ્કાર હે ! પૃથ્વીતળને વિષે નિર્મળ ભૂષણ (અલંકાર) રૂપ તમેને નમસ્કાર હો ! ત્રણ જગતના પરમેશ્વર એવા તમને નમસ્કાર હો ! અને હે જિન ! ભવ (ચાર ગતિના ભ્રમણ રૂપ) સમુદ્રને શોષણ કરનારા તમને નમસ્કાર હે ! ૨૬
હે મુનીશ! (મુનિઓના ઈશ્વર) સમસ્ત ગુણવડે તમે નિરંતર પણે રૂડા પ્રકારે આશ્રય કરાયેલા છે, એમાં શું આશ્ચર્ય છે? કેમકે ગ્રહણ કરેલા વિવિધ આશ્રયે વડે ઉત્પન્ન થયે છે ગર્વ જેને એવા દેવડે તમે સ્વપ્નાંતરમાં
ક્યારે પણ જોવાયેલા નથી. અર્થાત સમસ્ત ગુણે તમને આશ્રય કરી રહ્યાં છે. ૨૭
હે જિન! ઊંચા અશોક વૃક્ષને આશ્રય કરીને રહેલું (અશોક વૃક્ષની નીચે બેઠેલ), ઊંચા (અથવા અધિક) છે કિરણે જેના એવું તમારું શરીર, પ્રગટ દેદીપ્યમાન છે કિરણ જેનાં એવું નાશ કર્યો છે અંધકારને સમૂહ જેણે એવું અને મેઘ (વાદળાં)ની પાસે રહેલું એવું સૂર્યનું બિંબ હોય તેની પેઠે અત્યંત શેભે છે. ૨૮