________________
[૧૨૮] પણ આપના તેત્રને આરંભ કરીશ. અર્થાત્ હું તમારું તેત્ર રચું છું, કારણ કે કમલિનીના પત્ર પર પડેલ જલબિંદુ કમલના પ્રભાવે મોતી જેવું દેખાય છે. તેમાં તમારા પ્રભાવથી આ સ્તંત્ર સજજનેને આનંદકારી થશે. ૮.
હે પ્રભુ! નાશ પામ્યા છે સમસ્ત દેષ (રાગ-દ્વેષ કષયાદિ) જે થકી એવું તમારું સ્તવન દૂર રહે, પરંતુ તમારું માત્ર સ્મરણ પણ જગત નિવાસી લોકેના પાપને હણે છે. જેમ સૂર્ય દૂર રહે છે, પરંતુ તેની કાન્તિ જ (અરુણોદય) કમળના સમૂહવાળા સરોવરમાં કમળને વિકસ્વર કરે છે. ૯
ત્રણ ભુવનના આભૂષણ હેનાથ! સત્ય ગુણે વડે કરીને, પૃથ્વીને વિષે તમારી સ્તુતિ કરનારા મનુષ્ય તમારા સમાન થાય છે (મોક્ષ પામે એટલે તમારા સમાન થાય) તેમાં અતિ આશ્ચર્ય નથી. અથવા જે સ્વામી આ લોકને વિષે પણ પિતાના આશ્રિતને લક્ષમીથી પોતાના તુલ્ય ન કરે તેવા (સ્વામી) વડે કરીને શું ? અર્થાત્ કાંઈ જ નહિ. ૧૦
અપલકપણે જેવા યોગ્ય એવા તમને જોઈને મનુષ્યની આંખ બીજે સ્થાને (અન્ય દેવમાં) સંતેષ (આનંદ) પામતી નથી. કેમકે ચંદ્રના કિરણની કાન્તિ જેવા ક્ષીર સમુદ્રના પાણી પીને લવણ સમુદ્રના ખારા પાણી પીવાને કેણ ઈચ્છે? અર્થાત્ કઈ જ નહિ. ૧૧ ,
હે ત્રણ ભુવનને વિષે અદ્વિતીય તિલક સમાન, શાંત રસના ભાવની છાયાવાળા જે પરમાણુઓ વડે તમે નિર્માણ