________________
[૧૨૨] વિશેષ રૂપયુક્ત કરેલા દેદીપ્યમાન આભૂષણ વડે શોભાયમાન. છે અંગો જેમના એવા, શરીરવડે નમેલા, ભક્તિને લીધે. આવેલ અને અંજલિયુક્ત મસ્તકવડે કર્યો છે પ્રણામ જેણે એવા દેવ સમુદાયે જે ભગવતને વાંદીને અને તે વાર પછી વાણીવડે જિનની સ્તુતિ કરીને વળી ફરીથી ત્રણવાર પ્રદક્ષિણા કરી અને જિનને પ્રણામ કરીને દેવદાનવ આનંદિત થયા થકા ત્યાંથી પિતાના ભવન પ્રત્યે પાછા ગયા. મહામુનિઓ છે શિષ્ય જેમના એવા, રાગ-દ્વેષ ભય અને મેહથી રહિત, દેવદાનવ અને રાજાઓ વડે વંદાયેલા શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા તે શાંતિનાથને, અંજલિ કરી છે. જેણે એ હું નમસ્કાર કરું છું. ૨૨-૨૩-૨૪-૨૫
આકાશના અંતરાળે વિચરનારી, મનોહર હંસીની પેઠે. ગમન કરનારી, પુષ્ટ કટી પ્રદેશ અને સ્તનવડે શોભાયમાન, સંપૂર્ણ (ખીલેલાં) કમળના પત્ર જેવા લેચન (નેત્ર) વાળી, મેટા અને ભરાવદાર સ્તનના ભાર વડે નમેલાં છે શરીર જેનાં એવી, મણિ અને સુવર્ણની બનાવેલ વિશે. શિથિલ (ઢીલી) મેખલા (કંદ) વડે શોભાયમાન છે કટી પ્રદેશ જેને એવી, શ્રેષ્ઠ ઘુઘરીઓ, ઝાંઝર, સુંદર તિલક અને કંકણવડે વિશેષ સુશોભિત એવી, પ્રીતિ કરનારું ચતુર જનના મનને હરણ કરનારું અને સુંદર છે દર્શન (દેખાવ –૫) જેનું એવી, આભૂષણની રચનાના વિવિધ ભેદ વડે (જેવા કે, દેદીપ્યમાન અપાંગ (નેત્રને વિષે અંજનની રચના), તિલક અને પત્રલેખ (કસ્તુરી વગેરેની કપોળ.