________________
[૧૨૦] જેમને એવા, હે જાણવા જે, હે શાંતિનાથ મને સમાધિ (ચિત્તની વસ્થતા) આપો ! ૧૪ " નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં અધિક સૌમ્યતાવાળા, વાંદળાં રહિત સૂર્યના કિરણે કરતાં અધિક તેજવાળા, ઈન્દ્રના સમુદાય કરતાં અધિક રૂપવાળા, મેરુપર્વત કરતાં અધિક સ્થિરતાવાળા, વળી સવ (વ્યાપાર)માં નિરંતર અજિત, (ન જિતાય એવા), શરીર સંબંધ બળમાં પણ અજિત, તપ અને સંયમને વિષે અજિત એવા શ્રી અજિતનાથ જિનને સ્તવુ છું.૧૫- ૧૬
સૌમ્ય ગુણવડ નવીન શરદઋતુને ચંદ્ર તેને પહોંચે નહિ, તે જ ગુણવડે નવીન શરદઋતુને સૂર્ય તેને પહેચે નહિ, અને રૂપગુણવડે ઇંદ્ર તેને પહોંચે નહિ, તેમ જ ધૈર્ય ગુણવડે મેરૂ પર્વત તેને પહોંચે નહિ અર્થાત તેની સમાન થઈ શકે નહિ. ૧૭
શ્રેષ્ઠ તીર્થ (ચતુર્વિધ સંઘ) ના પ્રવર્તક, અજ્ઞાન અને કર્મ (બાંધેલા અને બંધાતા) રજથી રહિત, પંડિત પુરુષેવડે વાણીથી સ્તુતિ કરાયેલા અને પુષ્પાદિક વડે પૂજાયેલ, ગયાં છે વિર (કલહ) અને મલિનતા જેના એવા, મોક્ષ સુખના પ્રવર્તક, અને મહાજ્ઞાની (સર્વજ્ઞ) શાંતિનાથને મન, વચન અને કાયાએ કરી સાવધાન (પવિત્ર) થયે છતાં હું શરણે જાઉં છું. ૧૮ - વિનયવડે નમેલા મસ્તકને વિષે જેડી છે અંજલિ જેણે