________________
[૧૧૮] ઉત્તમ તીર્થ (સંઘ) ને કરનારા શાંતિનાથ મુનિને પણ હું પ્રણામ કરું છું કે જે શાંતિ નાથ મુનિ મને શાંતિ વડે સમાધિ (ચિત્તની સ્વસ્થતા) રૂપ વરદાન આપ. ૮
અયોધ્યાનગરીને વિષે પૂર્વે રાજા હતા એવા, પ્રધાન હસ્તિના મસ્તક જેવું પ્રશંસનીય અને વિસ્તીર્ણ છે સંસ્થાન (શરીરને આકાર) જેનું એવા, મદવડે ઉન્મત્ત અને લીલાયુક્ત પ્રધાન ગાંધહસ્તીના ગમન જેવી ચાલ છે જેની એવા, સ્તુતિ કરવાને ગ્ય, હસ્તિના સૂંઢ જેવા છે હાથ જેના એવા, શ્રેષ્ઠ લક્ષણે વડે વ્યાપ્ત, સૌમ્ય અને સુંદર છે રૂપ જેનું એવા, કાનને સુખકારી અને મનને આનંદ દાયક તથા અત્યંત રમણિક પ્રધાન દેવદુદુભિના શબ્દ કરતા વધારે મધુર અને કલ્યાણકારી છે વાણું જેની એવા, વળી જિત્યા છે શત્રુ સમુદાય જેણે, જિત્યા છે સવ. ભય જેણે એવા અને ભવપરંપરાને ભેદનારા શ્રી અજિતનાથ પ્રભુને હું આદરવડે નમસ્કાર કરું છું. તે ભગવાન મારા પાપ (અશુભકમ) શાંત કરે (નાશ કરે). ૮–૧૦ | કુરુ દેશને વિષે હસ્તિનાપુર નગરના પ્રથમ રાજા હતા. તે પછી ચકવતના (છ ખંડના) રાજયને ભેગવતા હતા એવા, મહાન પ્રભાવક, બેંતેર હજાર ઘરેથી પ્રધાન નગર, નિગમ અને દેશના સ્વામી, શ્રેષ્ઠ બત્રીસ હજાર મુકુટબદ્ધ, રાજાઓએ અનુકરણ કર્યો છે માગ જેને એવા, ચૌદ શ્રેષ્ઠ રત્ન નવ મહાનિધાન અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સ્વામી, રાશી લાખ ઘોડા, રાશી લાખ હાથી, અને