________________
[૧૧૭] છે. હે જિનેત્તમ! હે શાંતિનાથ ! તમારું કીર્તન પણ ઉપર પ્રમાણે ગુણવાળું છે. ૪ - ક્રિયાના ભેદવડે એકત્ર કરેલા કર્મ અને કષાય થકી વિશેષે મુકાવનાર, અન્યદર્શનીય દેવોના વંદન પુણ્યવડે નહિ જિતાયેલ, ગુણવડે વ્યાપ્ત અને મહામુનિ સંબંધી અણિમાદિ સિદ્ધિઓને પ્રાપ્ત એ અજિતનાથ અને શાંતિનાથ મહામુનિને કરેલ નમસ્કાર, મને નિરંતર શાંતિને કરનાર અને મોક્ષનું કારણ છે. ૫
હે મનુષ્યો ! તમે દુઃખનું કારણ શોધો છે, તે અભય (નિર્ભયતા)ને કરનારા એવા અજિતનાથ અને શાંતિનાથના શરણને ભાવપૂર્વક પ્રાપ્ત થાઓ. ૬
હર્ષ શેક તેમજ અજ્ઞાનથી રહિત નિવૃત થયા છે જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ જેનાં એવા, સુર(વૈમાનિક દેવ) અસુર (ભવનપતિ દેવ), ગરુડ (જ્યાતિષ્ક દેવ), અને ભૂજગ (વ્યંતર–ખેચર)ના ઈન્દ્રવિડે આદરથી નમસ્કાર કરાયેલા સુંદર ન્યાય છે જેને એવા નગમાદિ સાત નયને વિષે નિપુણ, અભયને કરનારા અને મનુષ્ય તથા દેવડે પૂજિત એવા અજિતનાથને હું નિરંતર સમીપ રહીને નમું
સામાન્ય કેવળીને વિષે ઉત્તમ, અજ્ઞાન રહિત ભાવયજ્ઞને ધારણ કરનારા, સરળતા, નમ્રતા, ક્ષમા, નિર્લોભતા, અને સમાધિના ભંડાર, શાંતિના કરનારા, ઈન્દ્રિયના જયવડે