________________
[ ૧૧૫] સિંહ, હસ્તિ અને સંગ્રામ એ આઠ મોટા ભયો સર્વથા શાંત થાય છે. અર્થાત્ ફરી કયારે પણ ઉત્પન્ન થતા નથી. ૧૮
એ પ્રકારે મહાભયને હરનાર, ઉદાર, ભવ્ય જનેને આનંદ અ૫નાર અને કલ્યાણની પરંપરાના સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથના સ્તોત્રને રાજભય, યક્ષ, રાક્ષસ, કુસ્વપ્ન, દુષ્ટ શુકન અને નક્ષત્ર રાશીની પીડાઓને વિષે બંને સંધ્યાએ, અરણ્યાદિ માર્ગમાં, ઉપસર્ગમાં તેમજ (ભયંકર ) રાત્રીઓને વિષે જે ભણે છે અને જે સાવધાનપણે સાંભળે છે તે બન્નેના અને કવિ માનતુંગરિના પણ પાપને સમસ્ત જગતવડે પૂજાયેલા છે ચરણ જેના એવા પાર્શ્વનાથ ભગવાન્ શાંત કરે-નિવારણ કરે. ૧૯-૨૦-૨૧
કમઠાસૂરે ઉપસર્ગ કર્યો છતાંય જે (ષટજીવનિકાયના હિતચિંતનરૂપ) ધયાન થકી ચલાયમાન થયા નથી તે દેવ, અને કિન્નરથી સ્ત્રીઓ વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા પાશ્વજિન જયવતા વર્તા. ૨૨
આ સ્તવનના મધ્યે “નમિઊણ પાસવિહરવસહજિણ કુલિંગ.”—એ અઢાર અક્ષરો વડે બનેલ ( ચિંતામણિ નામા ગુપ્ત) મંત્ર છે, તેને જે જાણે છે તે પરમપદ પ્રાપ્ત (મંગમપ ) પાર્શ્વનાથનું પ્રગટપણે (તે મંગવડે ) ધ્યાન કરે છે. ૨૩
જે મનુષ્ય સંતુષ્ટ હદયવડે પાર્શ્વનાથનું ધ્યાન કરે છે, તેના એક આઠ વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભયે દૂરથી જ નાશ પામે છે. ૨૪