________________
અજિતશાંતિ ૬ ભાવાનુવાદ
- જિત્યા છે સવ ભય જેણે એવા અજિતનાથ અને વિશેષે શાંત કર્યા છે સર્વ રોગ અને પાપ જેણે એવા શાંતિનાથ તેમજ જગતના ગુરુ અને શાંતિરૂપ ગુણને કરનારા તે બને જિનેશ્વરને હું પ્રણામ કરું છું ૧
નાશ થયા છે માઠા પરિણામ જેનાં એવા, વિસ્તીર્ણ તપવડે બાર પ્રકારના ) નિર્મલ છે સ્વભાવ જેને એવા, નિરૂપમ અને મહાન્ છે પ્રભાવ જેને એ અને રૂડે પ્રકારે જાણ્યા છે વિદ્યમાન ભાવે (જીવાજીવાદિ સત્ પદાર્થો) જેણે એવા તે બન્ને સર્વજ્ઞ જિનેને હું તવીશ. ૨ | સર્વ દુઃખ વિશેષે શાંત થયા છે જેમના (અથવા યોગ્ય જીવોના સર્વ દુખે વિશેષે શાંત થયેલ છે જે થકી) એવા, સર્વ પાપ વિશેષે શાંત થયા છે જેમના એવા અને નિરંતર પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા એવા અજિતનાથ અને શાંતિનાથને નમસ્કાર હે. ૩
હે અજિતજિન ! હે પુરુષોત્તમ! તમારા નામનું કીર્તન, સુખ (સ્વર્ગોપવર્ગરૂપ) ને પ્રવર્તાવાનારૂં છે, તેમજ ધીરજ (ચિત્તની સ્વસ્થતા) અને મતિ (પ્રજ્ઞા) ને પ્રવર્તાવનારૂં