________________
[૧૨૫]. સુખવાળી) ગતિને પ્રાપ્ત થયેલું એવું શ્રી અજિતનાથ અને. શ્રી શાંતિનાથ જિનનું યુગલ મેં સ્તવ્યું. ૩૫
જ્ઞાન દર્શનાદિ અનેક ગુણને પ્રસાદ છે જેને એવું ઉત્કૃષ્ટ મોક્ષસુખ વડે વિષાદ રહિત તે યુગલ મારા વિષાદ (દુખ) ને નાશ કરો અને વળી સભા (આ સ્તવનને સાંભળનારી સભા) પણ મારા ઉપર અનુગ્રહ કરે. ૩૬. .
તે યુગલ ભવ્યજનોને હર્ષ કરાવે અને સમૃદ્ધિ અને નંદિષેણને સમસ્ત પ્રકારે આનંદ પ્રાપ્ત કરાવે. શ્રોતા જનોની સભાને પણ સુખ સમૃદ્ધિ આપ તથા મને સંયમને વિષે આનંદ આપે. ૩૭
પખી પ્રતિક્રમણમાં, ચૌમાસી પ્રતિક્રમણમાં અને સંવત્સરી પ્રતિકમણમાં એક જણે આ (સ્તાત્ર) અવશ્ય ભણવું (બોલવું) અને સર્વજને એ સાંભળવું. આ સ્તવન વિનનું નિવારણ કરે છે. ૩૮ - અજિતશાંતિ સ્તવનને જે પુરુષ બંને વખત (સવારસાંજ) ભણે છે અને સાવધાનપણે સાંભળે છે, તેને રોગો થતા નથી. તેમ જ પૂર્વે થયેલા પણ નાશ પામે છે. ૩૯
જે તમે એક્ષપદને વાંછતા હે અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિને ઈચ્છતા હો તે ત્રણલોકનો ઉદ્ધાર: કરનારા જિનવચનને વિષે આદર કરો એમ આ સ્તંત્રના કર્તા નદિષણગણી છેલે કહે છે અને મનનમાં પડ્યાત્મક રહસ્યકર્તા. દુર્લભજી' પણ કહે છે.