________________
[ ૮૦]
(હરિગીત છંદ). એવા પ્રકારે તપ અને, સામર્થ્યથી વિશાલ જે, થઈ ગ્યા નિરાળા મેલ તેમજ, કમરૂપ તણી રજે; જે શાશ્વતીને વિપુલ સુખ, વાળી ગતિને પ્રાપ્ત થયું, એવું યુગલ શ્રી અજિત ને શાંતિ જિનેન્દ્રનું મેં સ્તવ્યું ૩૫ છે જ્ઞાન દરીસન આદિ, ગુણ અનેકના પ્રસાદથી, ઉષ્પષ્ટ શાશ્વતા સુખવડે ને, જેહ રહિત વિષાદથી; એવું યુગલ મારી વિકલતા–એ સકળને સંહારે, ને સ્તવન સુણનારી સભા પણું, મુજ ઉપર અનુગ્રહ કરે. ૩૬. તે યુગલ ભવ્યજને પ્રતે, આનંદ સમૃદ્ધિને કરો, આનંદ સકળ પ્રકારનો, મુનિ નંદિષેણ પ્રતે ધરે; સુખ સમૃદ્ધિ શ્રોતાજનેની, સભાજનેને પણ આપજે, તેમ જે મને સંયમ વિષે, આનંદ માંહે રાખજે. ૩૨
(ગીર્તિ છંદ) પાખી ચૌમાસી ને સંવત્સરી હેય પ્રતિક્રમણ જ્યારે; અવશ્ય ભણવું એકે, સુણે સર્વ એ સ્તવન વિદન વારે. ૩૮ અજિતશાંતિ સ્તવનને, ઉભયકાળ જે ભણતા સાંભળતા; રોગ નથી થતા તસ, હેય પૂર્વના તે પણ નાશ થતા. ૩૯
(હરિગીત છંદ ) જે મેક્ષપદને પ્રાપ્ત કરવા, વાંચ્છતા હે તે તમે, ને કીર્તિ જે ત્રણ ભુવનમાં, વિસ્તાર પામેલી ગમે; તે ત્રણ જગત ઉદ્ધાર કરના–રા શ્રી જિનના વચનમાં, આદર કરે “કહે એમ નંદિષેણ” “દુલભ મનનમાં ૪૦.