________________
[૩] હે જિનપતિ! ક્ષણવારમાં ભવિજન તમારા ધ્યાનથી, પામે દશા પરમાત્મની, છૂટી જતા આ દેહથી; જિન માટી પત્થર મિશ્ર ધાતુ, પ્રબલ અગ્નિ તવાય છે, તજી લોકમાં પાષાણભાવ, સુવર્ણમય તે થાય છે. ૧૫
હે જિન! તમારું ચિંતવન, નિત્ય થાય અતિ જસ હૃદયથી તે પણ શરીરને નાશ કેમ, કરે તમે ભવ્યાત્મથી; મધ્યસ્થ પુરુષ સ્વરૂપ છે, એવું હવે નિશ્ચય ખરે, જે નિમિત્તે જન મહા પ્રભાવિક, કલેશને ઉપશમ કરે. ૧૬
હે જિન ! વિબુધ જને વડે, તુજ ભેદ રહિત મતિ ધરી, આત્મા પ્રભાવે આપ સરિ, થાય એ ધ્યાને કરી; ચિંતવન કરતું એ રીતે પણ પાણી અમૃતમય બને, શું મંગયોગે નહિ કરે એ, દ્વર વિષ વિકારને. ૧૭ હે પ્રભુ! તમે ગુણરહિત, તમને અન્ય દર્શનીઓ ચહે, નિશ્ચયપણે એ હરિહરાદિક, બુદ્ધિએ આશ્રય ગ્રહે; કમળા તણાં રોગી જને, પ્રભુ! વેત એવા શંખને, નથી ગ્રહણ કરી શું ધારતા, વિવિધ તેના રંગને? ૧૮
ધર્મોપદેશ સમય પ્રભાવ, સમીપે આપ તણો થતાં, રહે માનવી તે ફૂર વૃક્ષો, પણ અશેક થઈ જતાં; જિમ સૂર્ય ઉદય થયે છતે, નથી માત્ર માનવી જાગતા, આખું જગત વૃક્ષે સહિત, દેખાય વિકવર થતાં. ૧૯