________________
[૧૯] શાંતા, જવાલા, સુતારક, અશેકા શ્રી વત્સા, તથા ચંડા,. વિજયા, અંકુશ, પનગા, નિર્વાણ, અય્યતા, ધારિણું, વિટયા, અષ્ણુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, અને સિદ્ધા
એ ચોવીશ શાસનદેવીનું મરણ જિનભક્તોનું સદા રક્ષણ કરે, ૯-૧૦
એ પ્રમાણે તીર્થ (ચતુર્વિધ સંઘ) ની રક્ષામાં તત્પર પૂર્વોક્ત યક્ષ, યક્ષિણીઓ અને બીજા પણ વ્યંતર અને ચોગિની (ઘંટાકરણાદિ બાવન વીર અથવા મણિભદ્રાદિ. ક્ષેત્રપાળ અને ભદ્રકાળી પ્રમુખ ચોસઠ યોગિની) પ્રમુખ ચારે પ્રકારના દેવદેવીઓ જેઓ શાંતિના આપનારા છે તેઓ. અમારું સદા રક્ષણ કરે. ૧૧
એ પ્રકારે સમ્યગદષ્ટિ દેવ સમુદાય સહિત મુનિસુંદરસૂરિએ સ્તવ્યો છે મહિમા જેને એવા શાંતિનાથ પ્રભુ. સંઘની અને મારી પણ રક્ષા કરે. ૧૨
એ પ્રકારે જે સમ્યગ્દષ્ટિ મનુષ્ય આ શાંતિનાથના. તેંત્રનું ત્રણે કાળ (સવાર-બપોર-સાંજ ) સમરણ કરે છે, તે સવ ઉપદ્રવથી રહિત બનીને ઉત્કૃષ્ટ સુખ-સંપદાને. પામે છે. ૧૩
તપગચ્છરૂપ ગગનમાં સૂર્ય સમાન દેખાતા યુગપ્રધાન: શ્રી સેમસુંદરસૂરિ ગુરુની કૃપાથી જેણે ગણધર વિદ્યા સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા તેમના શિષ્ય (મુનિસુંદરસૂરિ) આ સ્તત્ર ભણે છે. ૧૪