________________
નમિણ ૫ ભાવાનુવાદ નમસ્કાર કરતા એવા દેવસમૂહના મુકુટને વિષે રહેલી. મણિઓના કિરણે વડે શોભાયમાન પાર્શ્વનાથ મુનિના ચરણ ચુગલને નમસ્કાર કરીને મોટા ભાગે વિશેષે કરીને નાશ કરનાર એવા સંસ્તવનને હું કહીશ. ૧ - સડી ગયા છે હાથ, પગ, નખ, અને મુખ જેના બેસી ગયેલી છે નાસિકા જેની, નાશ પામ્યું છે લાવણ્ય (સૌંદર્ય) જેનું અને કોઢરૂપ મહારોગથી અગ્નિના તણખા. જેવી પીડા વડે દાઝયા છે સર્વ અંગે જેમના એવા પીડિત મનુષ્યો; જેમ વનના અગ્નિ વડે દાઝેલાં પર્વત ઉપરના વૃક્ષે પાછા કેળે છે તેમ તમારા ચરણની સેવારૂપી જળની અંજલી વડે સીંચાતા થકા પાછા નવપલવિત થઈ આરોગ્ય લક્ષમીને પામે છે. ૨-૩
ભયંકર વાયુવડે લેભ પામેલા વિશાળ કલેલોના ભયંકર શબ્દ થઈ રહ્યા છે જેને વિષે એવા અને સંબ્રાંત થયેલા તેમજ ત૫ વડે વિષ્ફળ થયેલા ખલાસીઓએ છેડી દીધું છે (વહાણ હંકારવારૂપ) વ્યાપાર જેને વિષે એવા સમુદ્રમાં જે મનુષ્ય શ્રી પાર્શ્વનાથના ચરણ યુગલને નિશ્ચ નિરંતર નમે છે, તેઓ નથી ભાગ્યું વહાણ જેનું એવા થયા છતાં ક્ષણવારમાં ઈચ્છિત એવા સમુદ્રના કિનારાને પામે છે. ૪-૫
પ્રચંડ પવન વડે વિસ્તાર પામેલા એવા વનના અગ્નિની વાળાની શ્રેણુ વડે પરસ્પર એકત્ર થયેલા વૃક્ષના ગહન (વનખંડે) છે જેને વિષે એવા અને દાઝતી મુગ્ધ હરએણના ભયંકર શબ્દથી ભયાનક દેખાતા વનને વિષે જગ