________________
ઉવસગ્ગહર ૨ ભાવાનુવાદ
ઉપસર્ગને હરનાર પાર્શ્વ નામને જેમને યક્ષ છે, જે કર્મના સમૂહથી મુક્ત છે, જે અતિશય વડે સપના ઝેરનો નાશ કરે છે અને જે મંગળ-કલ્યાણના ઘર છે તેવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. ૧
જે મનુષ્ય (શ્રી પાર્શ્વનાથ નામ ગર્ભિત) વિષધર કુલિંગ નામના મંત્રને કંઠને વિષે નિરંતર ધારણ કરે છે(મંત્રનું રટણ કરે છે), તેના ગ્રહ, રેગ, મહામારી (મરકી) અને દુષ્ટ તાવ વ્યથા નિવારવાપૂર્વક શાંત પામે છે. ૨
એ મંત્રનું સ્મરણ તે દૂર રહે, પરંતુ તમેને કરેલા નમસ્કાર પણ ઘણું ફળ આપનાર થાય છે. એટલે કે મનુષ્ય અને તિર્યંચને વિષે રહેલા જીના પણું દુઃખ અને. દરિદ્ર તમારા નામ સમરણ માત્રથી ટકી શકતાં નથી. ૩ જ ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળું એવું તમારું સમ્યગ્દર્શન પામવાથી જીવ નિવિદનપણે. અજરામર સ્થાનને (સુખશાંતિ રૂપ) પ્રાપ્ત કરે છે. ૪
હે કાતિના સાગર પ્રભુ ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા. અંતઃકરણ વડે મેં આ રતવના કરી, તે કારણથી હે દેવ !! હે શ્રી પાર્શ્વજિનચંદ્ર ! મને જન્મજન્મ વિબીજા (સમ્યગ્દર્શન) આપો. ૫