________________
[૨૪] ઉપરાંત અન્ય ત્રણ ગાથાઓમાં ગર્ભિત રીતે “સ્તંભન, મોહન, વશીકરણ, ઉચ્ચાટણ તથા પાશ્વયક્ષ-યક્ષિણ મંત્રને, પણ સમાવેશ કરાયો છે.
આ સ્તોત્રના મહિમા વિષે કહેવાયું છે કે આંતર-બાહા. વિશુદ્ધ બની જ સાતવાર તેનું સ્મરણ કરવાથી પિસ મળે. છે. તેમ જ ચાંદીના પટ્ટામાં આનું નિત્ય પૂજન કરવાથી પણ લક્ષમી મળે છે.
આ ઉપરાંત આ સ્તોત્રને લખીને વિધિપૂર્વક કંઠમાં ધારણ કરવાથી વંધ્યાને પુત્ર થાય છે. લખેલા તેત્રને ધોઈ તેનું પાણી પાવાથી શાકિની, ડાકિની, ભૂત, પ્રેત, રાક્ષસ. પરાભવ કરતા નથી.
અને વિધિપૂર્વક તપ કરીને તેમ કરવાથી પાવતી. દેવી પ્રસન્ન થાય છે. ઈચ્છેલ કાર્ય સિદ્ધ થાય છે. તેમ જ તેનું નિત્ય સમરણ કરવાથી કાળક્રમે આત્મા સકલ કર્મથી મુક્ત બને છે. જીવ શિવ બને છે. જેને જિન થાય છે