________________
T તિજયપહુર” |
શ્રી માનદેવસૂરિએ રચેલા આ સ્તંત્રમાં અઢીદ્વિપમાં પૂજાતા એક સીતેર જિનેશ્વર ભગવતની સ્તુતિ કરવામાં આવી છે. આ ઉપરથી આ સ્તંત્રનું મૂળ નામ “સત્તરિસય સુત્ત રાખવામાં આવ્યું છે, પ્રસ્તુત પુસ્તકમાં સૌથી છેલ્લા પાનાઓ પર આપેલ “સર્વતોભદ્ર યંત્ર” જેવાથી તે સમજી શકાશે. - આ સર્વતેભદ્ર યંત્ર ઉપરાંત પણ બીજા તિજયપહર યંત્રો છે, એ બધા યંત્રોની વિધિપૂર્વક આરાધના, સાધના, હમ વગેરે કરવાથી આધિ, વ્યાધિ ને ઉપાધિ દૂર થાય છે.
આ સૂત્રની ગાથાઓમાં જ યંત્રના મહિમા અને પ્રભાવ વર્ણવેલા છે. જુઓ છેલલી ગાથા ૧૩ અને ૧૪.