________________
| શ્રી અજિતશાંતિ સ્તવન. E.
મહર્ષિ નંદિષેણે આ સ્તવનની રચના કરી છે. એક જ સ્તવનમાં બે તીર્થંકર-શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની તુતિ કરતું, તેમને મહિમા કહેતું આ સ્તવન વિવિધ છદમાં લખાયું છે. આથી એ છંદમાં ગવાયેલું સ્તવન સાંભળતાં કે ગાતાં ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. મનને તેના શ્રવણથી અપૂર્વ શાંતિ મળે છે.
એવી કિવદંતી છે કે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથના દેરાસરે સામસામે હોવાથી દર્શકની બનેને પૂંઠ પડતા આશાતના થતી હતી. મહર્ષિ નંદિષેણે આ સ્તવનની પૂર્ણ ભક્તિથી રચના કરતા તેના પ્રભાવથી બને દેરાસરો સાથોસાથ થઈ ગયા હતાં.
આ મહર્ષિ નંદિષેણુ તે ભગવાન મહાવીરના શિષ્ય કે ભગવાન નેમિનાથના શિષ્ય તે અંગે નિર્ણયાત્મક કશું જાણવા નથી મળતું. પરંતુ એમાં કોઈ સંદેહ નથી કે આ સ્તવનનું નિત્ય સ્મરણ કરવાથી અથવા તેનું શ્રવણ કરવાથી રોગો થતા નથી અને અગાઉ થયેલ રોગો પણ દૂર થઈ જાય છે. . ૫ખી, માસી અને સંવરી પ્રતિક્રમણમાં સતવનના બદલે આ સ્તવન બેલાય છે.”