________________
[૩૧] પછી એ કાવ્યની સ્તુતિ કરી ચંડી દેવીને પ્રસન્ન કરી. દેવીએ તેના હાથ-પગ પાછા આવ્યા.
આ બંને પ્રસંગથી શિવધર્મની પ્રશંસા થવા લાગી અને જૈન ધર્મમાં કંઈ દેવત નથી વગેરે નિંદા થવા લાગી. શજ હર્ષદેવે પણ શ્રાવકને પૂછયું કે શું તમારા કઈ શ્રમણમાં દેવી શક્તિ નથી ? શ્રાવકોએ કહ્યું: “અમારા માનતુંગસૂરિજી મહારાજ એવી ખૂબ જ દિવ્ય શક્તિઓ ધરાવે છે. આ જાણું રાજાએ માનતુંગસૂરિજીને રાજસભામાં બાલાવ્યા. બ્રાહ્મણ પંડિતોએ પ્રથમ તેમની સાથે વિવાદ કર્યો. તેમાં સૂરિજીએ સૌને પરાજય આપ્યો. પછી રાજાએ તેમને કઈ ચમત્કાર બતાવવા કહ્યું. આથી સૂરિજીના કહેવાથી તેમને
જ કે ૪૮ બેડીઓ પહેરાવીને તેમને એક ઓરડામાં પૂરવામાં આવ્યા. બારણું બંધ કરી તેને સાત તાળા માર્યા અને કડક ચોકી પહેર્યો ગોઠવ્યા.
આવી પ્રગાઢ બંધન અવસ્થામાં શ્રી માનતુંગસૂરિજીએ જિનશાસનને જયજયકાર કરવાના શુભ હેતુથી આ સ્તંત્રની રચના કરી. હદયમાંથી ઉત્કટ ભાવે બોલાતી એક એક ગાથા
શ્લોક સાથે બેડીઓ તૂટતી ગઈ. અને બારણું સાત તાળાં તોડીને આપોઆપ ઉઘડી ગયાં.
આ તેત્રમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંતના ગુણ અને રૂપને મહિમા વર્ણવી તેમની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તોત્રના શ્રદ્ધાપૂર્વકના નિત્ય પાઠથી દેવજન્ય