________________
[૨૩] તમામ બિલાડીઓને નગર બહાર હાંકી કાઢી, સાતમે દિવસે ધાવમાતા રાજપુત્રને લઈ બારણામાં બેઠી હતી ત્યાં જ પુત્ર પર બારણું પર જડેલ બિલાડીના આકારવાળો આગળિયે પડ્યો અને તે મરણ પામ્યો.
આ જાણીને વરાહમિહિર ખૂબ જ ભેઠે પડી ગયો. આ પ્રસંગથી તેને જૈન સાધુઓ પરને શેષ વધુ વધે. મરીને તે વ્યંતર દેવ થયા. પોતાની દેવી તાકાતથી તેણે નગરમાં મરકીને ઉપદ્રવ કર્યો.
શ્રી સંઘની વિનંતીથી મરકીનો ઉપદ્રવ શાંત કરવા, શ્રી ભદ્રબાહુસ્વામીએ પિતાના અપૂર્વ જ્ઞાન, તપ અને વૈરાગ્યથી આ તેત્રની રચના કરી અને શ્રી સંઘને તેને પાઠ કરવા કહ્યું. તેત્રના પઠનથી મરકીને ઉપદ્રવ દૂર થઈ - ગયે, એટલું જ નહિ સ્તોત્રનો પ્રભાવ એ અચિંત્ય હતું કે તેના સ્મરણથી ધરણેન્દ્ર દેવ સાક્ષાત્ થતા. અને ઇચ્છિત સહાય કરતા. * સ્તોત્રને દુરુપયોગ થવાથી તેમાંથી બે ગાથા ભંડારી દેવામાં આવી. આથી અત્યારે માત્ર પાંચ ગાથાનું જ આ સ્તોત્ર અતિ પ્રચલિત છે. જો કે કેટલીક માન્યતા પ્રમાણે આ તેત્રની સાતથી પણ વધુ ગાથાઓ છે.
આ સ્તોત્ર દ્વારા પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. સ્તુતિ ઉપરાંત મંત્રમહિમા પણ છે. બીજી ગાથામાં “વિસહરકુલિંગ' મંત્ર અપાય છે. આ