________________
[૨૧] અખંડપણે ગણે તે તીર્થકર નામકર્મ બાંધે છે.” અર્થાત નવકાર મંત્રનો નવ લાખ વખત જાપ કરનાર સ્વયં જિને. શ્વર બને છે.
નવકારના પદ પર સંકટ મોચન મંત્ર, વશીકરણ મંત્ર તાવ–ભય-નિવારણ મંત્ર આદિ અનેક વિધ મંત્ર છે. એ. મંત્રની સાધનાથી તે સંબંધી સાધકને ફળની પ્રાપ્તિ થાય. છે. આ મંત્ર શ્રદ્ધાપૂર્વક સતત રટણ કરવાથી તેમજ વિધિવત્ તેને જાપ કરવાથી આ વીસમી સદીમાં પણ ઘણાંનાં ક્ષય, કેન્સર જેવા જીવલેણ રોગ મૂળમાંથી નાબૂદ થયા છે. આવા મહાપ્રભાવક મહામંત્રનું સૂતા, બેસતા ઊઠતાં, સર્વત્ર સદા અને સર્વત્ર રટણ કરવું જોઈએ.”