________________
[૧૭] છે. જ્યારે શ્રી તિજયપહુર તેત્રમાં શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં વિદ્યમાન એકસે સીત્તેર તીર્થકરોને વંદન કરવામાં આવ્યું છે. ભક્તામર સ્તોત્રમાં શ્રી ઋષભદેવ ભગવંતને મહિમા છે. આમ નવ સમરણમાં શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવંત એમ ચાર તીર્થકરેના સ્તુતિગાન ગાવામાં આવ્યા છે.
સ્તોત્રકારોએ પિતપોતાના સ્તોત્રમાં લેખિત બાંધારી આપી છે કે આ સ્તોત્રનું નિત્ય સ્મરણ કરવાથી, તેમ જ તેનું શ્રવણ કરવાથી સર્વ રેગે, તમામ ભયો દૂર થાય છે અને સુખ-સંપદા આવી મળે છે. આ સાથે એક વિશેષ સમાન તત્ત્વ નેવે સ્મરણમાં એ જોવા મળે છે કે દરેક સ્તંત્રકારે પ્રભુને કરેલા નમસ્કારને અચિંત્ય મહિમાવાન બતાવે છે. પ્રભુને–વીતરાગ ભગવંતને ભક્તિભાવથી કરેલ નમસ્કાર જ મનુષ્યને તારી દે છે. તે ભગવંતની સ્તુતિ, પૂજા કર-વાથી તે પૂજકને શું ન મળે ? અર્થાત્ બધું જ ઈચ્છિત મળે.
અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્તોત્રકારોને હેતુ સાધકને દેવી-ભક્તા કે મંત્રપૂજકે બનાવી ભૌત્તિક સુખમાં રાખવાનો નથી જ. તેત્રમાં ભગવાનના રૂપગુણના મહિમાગાન ઉપરાંત જે પ્રાર્થના કરવામાં આવી છે તે પ્રત્યે ધ્યાનથી વિચારતાં આ સ્પષ્ટ થાય છે.
એસે પંચ નમુક્કારે, સવ પાવપણુસ” એમ લખીને ગણધર ભગવંતેએ ગર્ભિત રીતે સૂચવ્યું છે કે