________________
[૧૮] ભગવાન પાસે પ્રાર્થના પિતાના પાપના નાશની, પાપના વિચારોના નાશની કરવાની છે.
શ્રી ભદ્રબાહુવામીએ “ઉવસગ્ગહર” દ્વારા ભભ. બાધિબીજ-સમ્યગ્દર્શનની માગણી કરી છે.
શ્રી નદિષેણ મહર્ષિએ “અજિતશાંતિ” માં ચિત્તની વસ્થતા-પ્રસન્નતાનું, તેમ જ કર્મના નાશનું વરદાન માગ્યું છે, અને ભાગવતની સ્તુતિનું ફળ મોક્ષ આપવા કહ્યું છે.. શ્રી માનતુંગસૂરિ પણ “ભક્તામર” સ્તોત્રના સ્મરણના ફળ રૂપે. મોક્ષ લક્ષમીની પ્રાપ્તિની જ વાત કરે છે.
અને “કલ્યાણમંદિર” સ્તોત્રમાં શ્રી સિદ્ધિસેન દિવાકરસૂરિ તે સ્તુતિ કરતા કરતા તત્ત્વજ્ઞાનની ભાષામાં સ્પષ્ટ શબ્દમાં ફરમાવે છે કે ભાવશૂન્ય ક્રિયા કેઈ જ ફળ આપતી નથી. તેઓ પણ “સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેપિભવભવ તમે જ (શ્રી પાર્શ્વનાથ પ્રભુ) મારા સ્વામી થજેએવી પ્રાર્થના કરે છે.
આઠ સ્મરણમાં અપેક્ષાએ વ્યક્તિગત હિત-કલ્યાણની પ્રાર્થના મુખ્યત્વે છે જ્યારે છેલ્લા નવમા સ્મરણ “શ્રી બ્રહ૬ શાંતિ ”માં વ્યક્તિગત અને સમિષ્ટગત બંને પ્રાર્થનાઓ સમાહિત છે. માત્ર પોતાને જ નહિ પરંતુ સાથે સાથ અખિલ બ્રહ્માંડના તમામ જીવોને શાંતિ મળે તેવી વિશાળ. અને ઉદાર પ્રાર્થના છે.
ચિત્તની ચંચળતાથી જીવ અશુભ કર્મ બાંધે છે.