SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] ભગવાન પાસે પ્રાર્થના પિતાના પાપના નાશની, પાપના વિચારોના નાશની કરવાની છે. શ્રી ભદ્રબાહુવામીએ “ઉવસગ્ગહર” દ્વારા ભભ. બાધિબીજ-સમ્યગ્દર્શનની માગણી કરી છે. શ્રી નદિષેણ મહર્ષિએ “અજિતશાંતિ” માં ચિત્તની વસ્થતા-પ્રસન્નતાનું, તેમ જ કર્મના નાશનું વરદાન માગ્યું છે, અને ભાગવતની સ્તુતિનું ફળ મોક્ષ આપવા કહ્યું છે.. શ્રી માનતુંગસૂરિ પણ “ભક્તામર” સ્તોત્રના સ્મરણના ફળ રૂપે. મોક્ષ લક્ષમીની પ્રાપ્તિની જ વાત કરે છે. અને “કલ્યાણમંદિર” સ્તોત્રમાં શ્રી સિદ્ધિસેન દિવાકરસૂરિ તે સ્તુતિ કરતા કરતા તત્ત્વજ્ઞાનની ભાષામાં સ્પષ્ટ શબ્દમાં ફરમાવે છે કે ભાવશૂન્ય ક્રિયા કેઈ જ ફળ આપતી નથી. તેઓ પણ “સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેપિભવભવ તમે જ (શ્રી પાર્શ્વનાથ પ્રભુ) મારા સ્વામી થજેએવી પ્રાર્થના કરે છે. આઠ સ્મરણમાં અપેક્ષાએ વ્યક્તિગત હિત-કલ્યાણની પ્રાર્થના મુખ્યત્વે છે જ્યારે છેલ્લા નવમા સ્મરણ “શ્રી બ્રહ૬ શાંતિ ”માં વ્યક્તિગત અને સમિષ્ટગત બંને પ્રાર્થનાઓ સમાહિત છે. માત્ર પોતાને જ નહિ પરંતુ સાથે સાથ અખિલ બ્રહ્માંડના તમામ જીવોને શાંતિ મળે તેવી વિશાળ. અને ઉદાર પ્રાર્થના છે. ચિત્તની ચંચળતાથી જીવ અશુભ કર્મ બાંધે છે.
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy