________________
ઉપોદઘાત
મરણ” એ સાદે શબ્દ છે. જેને હદયથી ઘડી પણ ન વિસરાય તેવા સંભારણને સાદી ભાષામાં “સ્મરણ” કહીએ છીએ. આવાં ઘડી પણ ન વિસારાય તેવા સંભારણા ઈષ્ટ પ્રકારનાં જ હોય છે. માતા પુત્રને, સ્ત્રી પતિને અને સંપત્તિપ્રેમી લક્ષ્મીને નથી ભૂલત. કેમકે તેમની દૃષ્ટિમાં તે ઈષ્ટ સાધ્ય માને છે. પરંતુ આ સર્વ ક્ષણિક મોહની માયાવી સિદ્ધિ છે.
જ્યારે આ લોક અને પરલોકનું હિત સાધવામાં સાધનભુત ઈષ્ટ સ્મરણ તરીકે દેવી સાધના જ ઉપકારક થઈ શકે.
જૈન સિદ્ધાંતમાં આવા પ્રાતઃસ્મરણે ઘણું છે. મહા પુરુષ-દેવાંશી સતીઓ અને સમર્થ શાસનદેવની સ્તુતિ એ પ્રાતઃસ્મરણે છે. પરંતુ તેમાંયે નવ મહામંત્રરૂપ સમરણે– તેત્રો સર્વદા સાધ્ય હેવાથી તેને “નવ સ્મરણ રૂપે આપણે પીછાણી રહ્યા છીએ. - “સ્મરણેની પ્રતિભાને ખ્યાલ આપે તે સેનાને ઢોળ ચઢાવવા જેવું છે. આ મંત્રો એવા પ્રસંગે ઉદભવ્યા છે કે જ્યારે તેના ઉચ્ચારણ માત્રથી અનેક ભાના નિવારણ થઈ શાંતિનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આ સર્વ મંત્રને