________________
૧૨ ;
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાગર છે. લવણ સમુદ્ર નહિ, અરેબિયન સાગર પણ નહિ. એ એ તે છે ક્ષીરસાગર! દૂધનો સાગર અમૃતને સમર! આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છેઃ “જ્ઞાનના આ ક્ષીરસાગરમાંથી થોડાંક બિંદુ લઈને મેં આ ગ્રંથની રચના કરી છે.'
આપને આ અમૃતસાગરનું સેમ્પલ મળશે. તેને ચાખજે ટેસ્ટફુલ લાગે તે પછી બિંદુ નહિ, લેટા ભરી ભરીને આપીશું. હા, આ જ્ઞાનામતને ટેસ પડી જાય એક વખત, તે પછી પાંચ ઈન્દ્રિયેના વિષય-સુખ નિરસ–બેસ્વાદ માલુમ પડશે. સાથે જ જ્ઞાનાનંદની આગળ વિષયાનંદ કેઈ જ વિસાતમાં નથી.
'ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तु नैव शक्यते' જ્ઞાનમગ્ન આત્માને જે સુખાનુભૂતિ થાય છે તે શબ્દોમાં કહી શકાતી નથી. ગ્રથકાર મહષિ એવા જ જ્ઞાનમગ્ન મહાપુરુષ હતા. તેમની વિનમ્રતા તે જુઓ ! તેઓશ્રી કહે છે: “શુત (જ્ઞાન) સાગરમાથી થોડાક બિંદુ લઈને આ ગ્રંથની રચના કરું છું. મારું તેમાં કશું જ નથી. હું તે એક માધ્યમ માત્ર છું.’
સર્વજીવહિતકારી જિનશાસન પ્રત્યે તેમનું કેવું હાર્દિક સમર્પણ છે! જિનવચનથી અલગ મારી કઈ જ સ્વતંત્ર કલ્પના નથી ! પિતાના જ્ઞાનનું, બુદ્ધિનું, પિતાની કપ્રિયતાનું કેઈ જ અભિમાન નથી ! સાચું જ્ઞાન એને જ કહે છે કે જે “અહમ ને ઓગાળી નાખે! ગ્રન્થરચનાનું પ્રજનઃ
એક પ્રશ્ન એ થાય છે કે આચાર્યશ્રીએ આ ગ્રંથની રચના શા માટે કરી ? શી જરૂર હતી તેમને આ ગ્રન્થ લખવાની? બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ વગર પ્રજને કશું જ કરતા નથી. ગ્રન્થરચના પણ વિનાપ્રજને નથી થતી. તે આચાર્યદેવનું શું પ્રયજન હશે? શું તેમને પૈસા કમાવા હતા? કીર્તિ-પ્રતિષ્ઠા મેળવવી હતી ? હા, જગતમાં આવા ઉદ્દેશ્ય માટે પણ ગ્રન્થ