________________
વતીને જ ઉપાય કરે છે એમ આ પુસ્તક હાથમાં લેનાર સર્વને જણાયા વિના રહેશે નહીં. અને મૂળમાંથી નાબુદ કર હોય તે તેનું ખરેખરૂં કારણ (નિદાન) ઓળખવું જોઈએ. તે પ્રમાણે તેમણે પણ ગર્ભાધાનથી પ્રારંભ કરીને બાળકના જન્મ પહેલાં પણ તેના ભવિષ્યના હિતની ખાતર કેવા ઉપાયે લેવા જોઈએ, તેને ઉંચી કેટીમાં લઈ જવા માટે કેવી રીતે માતાપિતાએ વર્તવું જોઈએ તથા પ્રસવ થયા પછી કેવી રીતે શિક્ષણ આપવું જોઈએ એને યથાર્થ ચિતાર આપે છે, અને આપણા પરમ પૂજ્ય ધર્મશાસ્ત્રોના આધારથીજ સિદ્ધ કરી આપ્યું છે કે પ્રજોત્પત્તિને માટે પ્રથમ માતાપિતાએ પોતેજ યોગ્ય બનવું જોઈએ ને ત્યારપછી સુક્ષેત્રમાં બીજ વાવવામાં આવે તો તે પરિણામે સારાં ફળ આપનાર તથાચિરંજીવ થયા વિના રહેજ નહિ.
કેટલાક મહાપુરૂષેનાં તથા કેટલીક વીરાંગનાઓનાં ટુંકામાં ચરિત્ર પણ આપેલાં છે અને ધર્મપરાયણ થનારને સત્યવ્રત પાળનારને–પવિત્ર જીવન ગાળનારને–આપત્તિ આવી પડવા છતાં હૈયે રાખવાથી તે કે પરમાનંદ તથા પરમસુખ પ્રાપ્ત થાય છે તે અનેક રીતે દર્શાવી આપ્યું છે. સામાન્ય રીતે બાળકની કે સ્ત્રીઓની પ્રકૃતિ બગડતી જોવામાં આવે તે કેવા ઓષધોપચાર કરવા, કેવી સંભાળ રાખવી, એ પણ રા. રા. પંડિત પૂર્ણચંદ્ર શર્મા નામના એક અનુભવી વિદ્વાન વૈદ્યની સહાયતાથી લખેલું છે. હિતવચન સ્થળે સ્થળે એગ્ય રીતે વાંચનારની દષ્ટિ સમક્ષ ગોઠવેલાં છે, અને જનસમાજનું કેમ કલ્યાણ થાય, ભવિષ્યની પ્રજાની માનસિક, શારીરિક, તથા આર્થિક ઉન્નતી કે પ્રકારે થઈ શકે, તે અતિ સ્કુટતાથી સમજાવ્યું છે માટે સર્વ ભણેલાં સ્ત્રી પુરૂષ આ પુસ્તક અથથી ઇતિ સુધી વાંચવાને શ્રમ લેશે એવી હું આશા રાખું છું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com