________________
થાવના.
दिक्कालाधनवच्छिनानन्त चिन्मात्र मूर्तये ॥ . स्वानुभूत्येक साराय, नमः शान्तायतेजसे ॥
દિશા અને કાલ વગેરેને જેમને બાધ નથી, અર્થાત ત્રિકાળમાં અને સર્વ સ્થળે જે વ્યાપ્ત છે-અનંત છે-ચિત્તમાં જ જેની મૂત્તિનું ધ્યાન થઈ શકે છે એવા શાન્ત અને તેજ
સ્વી પ્રભુને પણ સ્વાનુભૂતિ એજ એક સાર વર્ણવેલ છે. પિતાનું અસ્તિત્વ એજ સારરૂપ મનાયલું છે, તે પછી સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ ગણાતા, પ્રભુની પ્રતિકૃતિરૂપ મનાયલા, સ્વધર્મ સમજવાની શક્તિવાળા મનુષ્ય માત્રનું શું એ મુખ્ય કર્તવ્ય નથી કે પોતે અને પોતાનાથી ઉત્પન્ન થતી પ્રજા કેવી રીતે પિતાનું અસ્તિત્વ સાર્થક કરે, નિરોગી રહે, સરળ થાય, વિજયી બને, અને જે કાર્યને માટે પ્રભુએ આ અવનિમાં અવતાર આપે છે, તે સંપૂર્ણ રીતે સિદ્ધ કરીને જન્મ-સાફલ્ય પામે એવા ઉપાયે અહર્નિશ એજે જવા?
આ વાત નિર્વિવાદ છતાં સર્વ પક્ષની સ્વીકૃત છતાં, અને જ્ઞાનને લીધે અથવા મતાન્ય અને દુરાગ્રહી બનીને કેટલાંક મનુષ્ય પોતાનું તથા પોતાના બાળકોનું અહિતકર્તા નિવડે છે એ કેણે નથી જોયું? કેવા માગે આચરણ કરવાથી શરીર સંપત્તિનું રક્ષણ થાય, કેવી કુટેવો રાખવાથી નિસતેજ અને દુળ બનાય એ અગત્યના વિષય ઉપર બાળપણથીજ પ્રજાનું
ધ્યાન ખેંચવાની સર્વ માબાપની અને શિક્ષકની ખરેખરી ફજ છતાં, કલાજાને લીધે, અથવા પરિણામ વિપરીત આ વશે એવી ભીતિને લીધે, આખા જગમાં સેંકડે નવાણું જણ એ કાર્ય ઉપર લક્ષજ આપતા નથી, અને જેમ પ્રજા ઉછરે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com